વડોદરાઃ વડોદરાની બે દીકરીઓ ગતરોજથી જ ગુમ થઈ ગઈ હતી. ગુમ થયેલી બંને દીકરીઓને શોધવા સતત પરિવાર મથામણ કરી રહ્યો હતો. બાળકીઓ ક્યાં ગઈ તે કોઈને ખબર ન્હોતી. મામલામાં હવે એક આઘાતજનક વળાંક આવ્યો છે. આ બંને સગી બહેનોની લાશ કરજણ પાસેથી નર્મદા નદીમાંથી મળી આવી છે. સ્થાનીક માછીમારોની મદદથી મૃતદેહો બહાર કઢાયા છે. હવે કરજણ પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. કરજણના ફતેપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં બે સગીર વયની દીકરીઓની લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી. આ બંને દીકરીઓના ડુબી જતા મોત નીપજ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ડુબનાર બંને સગી બહેનો છે. તે ઉપરાંત પોલીસને વધુ વિગતો પણ મળી હતી.
ADVERTISEMENT
કિરણ પટેલ કેસઃ ડિગ્રી, સોશ્યલ મીડિયા, પ્રોપર્ટી… 360 ડિગ્રી તપાસ કરશે.. ક્રાઈમ બ્રાન્ચ
બંને દીકરીઓને લાગી આવતા ઘર છોડ્યાનું તારણ
કરજણના ફતેપુરા ગામના પ્રવિણભાઈ પટેલની બે સગીર વયની દીકરીઓની ફતેપુરા નર્મદા નદીમંથી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. અંદાજિત 19 વર્ષીય ડિમ્પલ અને 17 વર્ષીય સિદ્ધિ ગઈકાલે બપોરથી બંને સગી બહેનો ગુમ હતી. ઘર કંકાસને લઈને બંને દીકરી ને લાગી આવતા ઘર છોડી જતી રહી હોવાનું પ્રાથમિક તારણ છે. ત્યાર બાદ આજે બંનેના મૃતદેહ મળ્યા હતા. ફતેપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં માછી મારોએ બંને ગુમ થયેલી દીકરીઓની લાશ નર્મદા નદીમાં જોતા ગામલોકોને જાણ કરાઈ હતી. કરજણ પોલીસને જાણ કરાતા તાત્કાલિક કરજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. માછીમારોની મદદથી મૃતદેહ બહાર કઢાયા હતા. કરજણ પોલીસે બંને દીકરીઓની લાશને PM અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT