પાટણઃ સિદ્ધપુરવાસીઓની પાણીની માંગે નગરપાલિકાની સાથે સાથે પોલીસને પણ દોડતી કરી દીધી છે. 4 દિવસથી લોકો પાણીના પ્રશ્નથી પરેશાન હતા. જે પ્રશ્નનું નિવારનણ લાવવા જ્યારે તંત્રએ પાણીની લાઈન સફાઈ માટે ચકાસી તો બધા જ ચકીત રહી ગયા. પાણીની લાઈનમાંથી માથું, હાથ પગ વગરનું માનવ ધડ મળી આવ્યું હતું. જે પછી પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
ADVERTISEMENT
પાઈપ કાપી અડધી લાશ બહાર કાઢી
પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેરમાં છેલ્લા 4 દિવસથી ઉપલી શહેરી વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. જેના પગલે પાલિકા દ્વારા તે વિસ્તારની પાઇપ લાઇન ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્થળોની પાઇપ લાઇન ખોદવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પાઈપલાઈનમાં ફસાઈ ગયેલી લાશ મળી આવી હતી. લાશ જોઈ કર્મચારીઓ ચોંકી ગયા હતા. બાબતની જાણકારી મળતા જ નગરપાલિકાના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પાઈપલાઈન કાપીને મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. જેમાં મૃતદેહનું ધડ મળી આવ્યું હતું, પણ મૃતદેહનો માથા અને પગનો ભાગ મળ્યો ન હતો, છેલ્લા 4 દિવસથી આ વિસ્તારના લોકો ઘરમાં દુર્ગંધ મારતું ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો કરી રહ્યા હતા. મતલબ કે 4 દિવસથી અહીં વસતા અંદાજીત 4000 લોકોને અંદાજ બહાર મૃતદેહ વાળું ગંદું પાણી પીવું કે વાપરવું પડ્યું હતું. આખરે પાણીમાંથી મળેલા માનવ અવશેષોને હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે બાબતની વધુ તપાસ હાથ ધરી છે.
બાગેશ્વર સરકાર બનશે ગુજરાતના મહેમાન, અમદાવાદ, સુરત અને રાજકોટમાં લાગશે દિવ્ય દરબાર
લાશ કોની? શું થયું?
હવે પોલીસ માટે મોટો પ્રશ્ન એ છે કે આ લાશ કોની છે. લાશના બાકીના ટુકડા ક્યાં હશે. ઉપરાંત લાશ સાથે જોડાયેલા અન્ય પુરાવાઓ પણ ક્યાં હશે તે પણ તપાસને વધુ જટીલ બવાવી રહ્યા છે. પોલીસ માટે આ પછી મોટો પ્રશ્ન એ પણ છે કે આ જેની લાશ છે તેની સાથે એવું તો શું બન્યું હશે કે તેની લાશ અહીં પડી હતી. શું તેની હત્યા કરાઈને લાશ ફેંકી દેવાઈ હતી કે પછી તેની સાથે એવો કોઈ બનાવ બન્યો હતો કે તે અહીં આવી હાલતમાં મળી આવી હતી. ઘટનાને લઈને અનેક સવાલો અને રહસ્યો ઊભા થયા છે જેને સોલ્વ કરવા માટે પોલીસે એડી ચોટીનું જોર લગાવવું પડશે તે નક્કી છે. હાલ તો આ વ્યક્તિની પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પર ઘણો આધાર છે.
(ઈનપુટઃ વીપીન પ્રજાપતિ, પાટણ)
ADVERTISEMENT