જુનાગઢમાં પોલીસ પર કરાયેલા હુમલાનો વધુ એક Video આવ્યો સામે

Urvish Patel

20 Jun 2023 (अपडेटेड: Jun 20 2023 4:35 AM)

જુનાગઢઃ જુનાગઢમાં પોલીસ પર થયેલા હુમલાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જુનાગઢની મજેવડી પોલીસ ચોકી પર મોટી સંખ્યામાં…

gujarattak
follow google news

જુનાગઢઃ જુનાગઢમાં પોલીસ પર થયેલા હુમલાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જુનાગઢની મજેવડી પોલીસ ચોકી પર મોટી સંખ્યામાં ટોળાએ હુમલો કર્યો છે. આ ઘટનામાં લોકોના ટોળા દ્વારા આગચંપી કરવામાં આવી હતી. 100થી વધારે આરોપીઓને પોલીસે અટકાવ્યા હતા. આ ઘટનામાં બસ અને પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જે ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ખુબ જ ચિંતાજનક છે કારણ કે તેમાં પોલીસ કર્મચારીને ખુબ બેરહેમીથી માર મારવામાં આવી રહ્યો છે.

UNને ચિઠ્ઠી, વિશ્વ ગદ્દાર દિવસને માન્યતાની માગઃ મહારાષ્ટ્રની પોલિટિક્સને ઈંટરનેશનલ બનાવી ગયા સંજય રાઉત

રોડ પર ઉંધા માથે પાડી લોકો પોલીસને ફરી વળ્યા
જુનાગઢમાં મજેવડી ગેટ પાસે આવેલી દરગાહના ડિમોલેશનને મામલે લોકોનું ટોળું ઉશ્કેરાયું હતું. લોકો દ્વારા પોલીસ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મજેવડી ગેટની ઉપરથી આ વીડિયો કોઈએ ફોનમાં કંડારી લીધો હતો. તેમાં જોઈ શકાય છે કે લોકોનું ટોળું પોલીસને રસ્તા પર નીચે પાડી દઈને માર મારી રહ્યું છે. આસપાસના લોકો પણ પોલીસ કર્મી દોડે છે તો તેને પકડવા દોડી પડે છે અને તેને પકડીને ફરી માર મારી રહ્યા છે. આ વીડિયો જોઈને લોકો પોલીસ પર કેટલા નારાજ હતા તે જોઈ શકાય છે. જોકે નારાજગી એક તરફ પણ કાયદો હાથમાં લઈ જે રીતે રોષ કાઢવામાં આવી રહ્યો છે તે અશોભનીય રીત છે તે પણ જાણી શકાય છે.

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

    follow whatsapp