અમદાવાદઃ ડ્રેનેજ લાઈનમાં પડેલા યુવકને શોધવા 29 કલાક સતત સર્ચ ઓપરેશન પણ મળતો નથી, અન્ય મજુર પણ ગાયબ

અમદાવાદઃ અમદાવાદના સરખેજ સાણંદ ચાર રસ્તા નજીક એક મુખ્ય ડ્રેનેજ લાઈનમાં યુવક પડી ગયો હોવાની શંકાને પગલે ફાયર વિભાગ દ્વારા છેલ્લા 29 કલાકથી સતત સર્ચ…

gujarattak
follow google news

અમદાવાદઃ અમદાવાદના સરખેજ સાણંદ ચાર રસ્તા નજીક એક મુખ્ય ડ્રેનેજ લાઈનમાં યુવક પડી ગયો હોવાની શંકાને પગલે ફાયર વિભાગ દ્વારા છેલ્લા 29 કલાકથી સતત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે છતાં હજુ સુધી કોઈ યુવક મળી આવ્યો નથી. જેને કારણે આ પછી ફાયર વિભાગ દ્વારા ગેસપુર ડેપો પાસે આવેલી ડ્રેનજ લાઈનની મુખ્ય આઉટ લાઈન કે જ્યાં તમામ ગટરનું જોડાણ ખુલે છે ત્યાં તપાસ કરવામાં આવી તો હજુ સુધી ત્યાં પણ મળી આવ્યો નથી. ફાયર વિભાગના કહ્યા મુજબ લગભગ દરેક મેઈન હોલના ઢાંકણા ખોલીને તપાસ કરવામાં આવી રહી છે. પણ વ્યક્તિનો અત્તોપત્તો નથી, તેનો મોબાઈલ પણ બંધ આવી રહ્યો છે.

સરપંચ-તલાટીએ છટકબારી વાપરીઃ મહિસાગરની આ ગ્રામસભામાં લોકો વચ્ચેથી અચાનક ગાયબ- Video

કેવી રીતે થઈ રહ્યું છે આ સર્ચ ઓપરેશન
ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે સાણંદ સરખેડ હાઈવે પર આવેલી સાબર હોટલ પાસેની ગટર લાઈનમાં ચેમ્બરનું કામ કરતી વખતે એક મજૂર વ્યક્તિ અંદર પડી ગયો હોવાનો કોલ તેમને 20મી જાન્યુઆરીએ 15.58 કલાકે મળ્યો હતો. જે કોલ મળતા જ પ્રહલાદ નગર ફાયર સ્ટેશનની ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ સાથે રેસ્ક્યૂ ટીમના સભ્યો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે આ અંગે પ્રથમ ટ્રાઈપોડ રેસ્ક્યૂ લાઈન અન્ડર વોટર કેમેરા, સર્ટ લાઈટ, બીએ સેટ ટ્રોલીનો ઉપયોગ કર્યો હતો. જે સતત શોધની કામગીરી પછી પણ તે મળ્યો નહીં. તે પછી બીજી એક ટુકડી પણ આ સર્ચ ઓપરેશનમાં જોડાઈ ગઈ. દરમિયાનમાં જાણકારી સામે આવી કે આ વ્યક્તિ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતો હોત અને તેનું નામ રાજુભાઈ પરમાર છે. માત્ર 32 વર્ષનો આ યુવક કોઈ સેફ્ટી સાથે અહીં કામગીરી કરી રહ્યો હતો કે કેમ તે અંગે હાલ કોઈ જાણકારી મળી રહી નથી.

કોન્ટ્રાક્ટર પર કેમ હંમેશા તંત્રની રહેમ નજર?
આ બાજુ કોર્પોરેશને જે કોન્ટ્રાક્ટરને આ લાઈનના મેઈન હોલના સમાંતર કામ કરવાની જવાબદારી સોંપી હતી તેણે પણ કોઈ ગંભીરતા ન હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે તો કલાકો સુધી પોલીસને પણ જાણ કરવામાં આવી નથી. જોકે બીજી એ બાબત પણ ચોંકાવનારી છે કે આ યુવકની સાથે કામ કરતો અન્ય એક મજુર પણ આજે કામ પર આવ્યો નથી અને તેનો પણ ફોન બંધ આવી રહ્યો છે. ગત બપોરથી આખી રાત અને આજ બપોરથી રાત થવા આવી સતત ઓપરેશન ચાલુ રહ્યા છતા યુવક ક્યાં છે તેનો કોઈ અત્તોપત્તો નથી. જોકે બીજી બાબત એ પણ જાણવા મળી રહી છે કે આ યુવકને પડતા કોઈએ જોયો નથી. જેથી હાલ માનવતાને ધ્યાને રાખી સર્ચ સતત ચાલુ છે. ઉલ્લેખનીય છે કે ડ્રેનેજ લાઈન અને તેમાં પણ મુખ્ય લાઈન લગભગ ત્રીસેક ફૂટ જેટલી ઉંડી હોય છે. બે મજુરો જે ક્યાંય મળી રહ્યા નથી તે આ ડ્રેનેજ લાઈનમાં પડી ગયા હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

    follow whatsapp