મોડાસાઃ ‘મારું દેવું વધી ગયું છે, મદદ કરો નહીં તો મરવા સિવાય રસ્તો નથી’- પોલીસકર્મીને આખરે મળ્યા રૂપિયા

મોડાસાઃ ‘ઓનલાઈન ગેમમાં મેં 24 લાખ રૂપિયા ગુમાવ્યા છે, હું આપઘાત કરવાનો છું, પણ આ દેવું ભરવા માટે જો સગા સંબંધી કે મિત્ર વર્તૂળમાંથી મદદ…

મોડાસાના એક પોલીસ કર્મચારીએ ઓનલાઈન ગેમમાં 24 લાખ રૂપિયા ગુમાવ્યા છે.

મોડાસાના એક પોલીસ કર્મચારીએ ઓનલાઈન ગેમમાં 24 લાખ રૂપિયા ગુમાવ્યા છે.

follow google news

મોડાસાઃ ‘ઓનલાઈન ગેમમાં મેં 24 લાખ રૂપિયા ગુમાવ્યા છે, હું આપઘાત કરવાનો છું, પણ આ દેવું ભરવા માટે જો સગા સંબંધી કે મિત્ર વર્તૂળમાંથી મદદ મળી જાય તો મારું અમુલ્ય જીવન બચી જાય.’ આ શબ્દો સાથે મોડાસાના એક પોલીસ કર્મચારીએ ઓનલાઈન ગેમમાં 24 લાખ રૂપિયા ગુમાવ્યા છે. દેવું વધી જતા તે પોલીસ કર્મચારીએ આપઘાતનો રસ્તો પકડ્યો હતો. જોકે પોલીસ તેને પકડી લાવીને સમજાવટ કરી છે. તથા તે કર્મચારીની મદદ કરવાનું પણ નિર્ધારિત કર્યું છે. આમ પોલીસે અન્ય પોલીસના કામમાં આવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે અહીં તે પણ તકેદારી રાખવામાં આવી છે કે આ પોલીસ કર્મચારી ફરી કોઈ ઓનલાઈન ગેમ રમીને દેવા ન વધારે.

રાજકોટના શિક્ષકે બનાવી સૌથી નાની હનુમાન ચાલીસા, વજન જાણી ચોંકી જશો

અગાઉ પણ 8 લાખ ગુમાવી ચુક્યો છે
મોડાસા રુરલ પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પોતાનો વીડિયો સોશયલ મીડિયા પર મુકી ક્યાંક જતા રહેતા ભારે ચકચાર મચી હતી. આ પોલીસ કોન્સ્ટેબલ નવઘણ ભરવાડે વીડિયોમાં કહ્યું હતું કે પોતે ઓનલાઈન ગેમમાં 24 લાખ રૂપિયા ગુમાવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અગાઉ પણ નવઘણ ઓનલાઈન 8 લાખ રૂપિયા હારી ચુક્યો છે. આમ ઓનલાઈન ગેમનો નશો ન માત્ર સામાન્ય લોકો પણ ભણેલા અને કાયદા કાનૂનની સમજ ધરાવતા પોલીસ કર્મચારીને પણ સકંજામાં લઈ ચુકી છે.

ડીવાયએસપીએ શું કહ્યું?
આ અંગે જિલ્લા ડીવાયએસપી કે જે ચૌધરી કહે છે કે, અમે આ વીડિયો સામે આવ્યા પછી નવઘણ ભરવાડની શોધખોળ ચાલુ કરી હતી. સતત કાર્ટવાહી ચાલતી હતી ત્યાં તેઓ આમતેમ રખડતા મળી આવ્યા હતા. અમે તેમની સાથે વાત કરી, તેમનું કાઉન્સેલિંગ કરીને તેમને આ બદીથી દૂર રહેવા સમજાવ્યા હતા. સાથે જ તેમણે વીડિયોમાં કહ્યું હતું કે, જો કોઈ મારી મદદ નહીં કરે તો મારે મૃત્યુ સિવાય કોઈ આસરો નથી તો તેના માટે પણ અમે યોગ્ય વ્યવસ્થા કરી છે. સાથે જ તેમને ફરીથી આ પ્રકારની લતમાં નહીં પડવા કહ્યું છે.

(ઈનપુટઃ હિતેષ સુતરિયા, અરવલ્લી)

    follow whatsapp