વડોદરાઃ વડોદરામાં વધુ એક આત્મહત્યાની ઘટના બની છે. છેલ્લા કેટલાક સમયમાં સતત આપઘાતની ઘટનાઓ સામે આવી છે ત્યારે શહેરના વાઘોડિયા વિસ્તારમાંથી વધુ એક પરિવારના આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ઘરના મોભી યુવકે પહેલા પત્ની અને પુત્રની હત્યા કર્યા પછી પોતે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવી રહ્યું છે. જોકે પ્રારંભીક રીતે હાલ જાણકારી એવી પણ મળી રહી છે કે આ ઘટનામાં પોલીસના હાથે એક અંતિમ ચિઠ્ઠી આવી છે. પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT
શિક્ષણ ક્ષેત્રે ક્લાસ-1 અધિકારી લાંચ લેતા પકડાયા, ACBએ ભ્રષ્ટાચારનો કર્યો પર્દાફાશ
સતત દરવાજો ખટખટાવ્યો પણ કોઈ જવાબ નહીં
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી દર્શનમ ઉપવનમાં રહેતો પ્રિતેશ મિસ્ત્રી નામના યુવકનો પરિવાર આજે અચાનક મોતની ચાદર ઓઢી ગયો છે. આ ઘટનામાં પ્રિતેશ શેર બજારનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પરિવારના સંબંધીઓ આજે સોમવારે જ્યારે તેમના ઘરનો દરવાજો ખટખટાવતા હતા ત્યારે તેઓ કોઈ જવાબ આપી રહ્યા ન હતા. સતત દરવાજો ખટખટાવ્યા છતા કોઈ ન ખોલતા તેમના ફોન પર ફોન લગાવ્યા પરંતુ ત્યાં પણ નો રિપ્લાય થતો હતો. જે પછી જ્યારે દરવાજો તોડી અંદરનો નજારો જોયો તો તે ચોંકાવનારો હતો. પ્રિતેશે પોતાના પત્ની અને પુત્રની હત્યા કર્યા પછી પોતે ફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો.
દાંતીવાડા ડેમમાં શિકારીની ક્રૂર માનસિકતાનો વિડિઓ વાયરલ, શિકારની કબૂલાત બાદ ફોરેસ્ટ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
પરિવારનો ભોગ લેનાર, શેરબજારનું દેવું
બનાવની જાણકારી પોલીસને થતા સ્થાનીક પોલીસ પણ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે જરૂરી તપાસ આરંભી દઈને મૃતકોની લાશો પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. પોલીસને તપાસ દરમિયાન એક અંતિમ ચિઠ્ઠી પણ હાથ લાગી છે જેમાં તેમના મોત પાછળ કોઈ જવાબદાર હોવાનું લખ્યું નથી તથા પોતે દેવાથી ત્રસ્ત હોવાનું ઉલ્લેખ્યું છે તેવું પ્રારંભીક ધોરણે જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રિતેશના પરિવારના સભ્યોનું કહેવું છે કે તેઓ શેર બજારના કામ કરતા હતા જેમાં તેમને મોટું દેવું થઈ ગયું હતું. જોકે તેમના માથે કેટલું દેવું હતું તે તમામ વિગતો હજુ સામે આવી નથી.
વડોદરામાં પુત્ર-પત્નીની હત્યા પછી યુવકનો ગળાફાંસો, શેર બજારમાં દેવું કારણ
કોરોના કાળ પછી શેરમાં વધુ ઈન્વેસ્ટમેન્ટ
એક રિપોર્ટ અનુસાર આપણે ત્યાં કોરોનાની એન્ટ્રી થયા પછી ડીમેટ એકાઉન્ટ ખોલવા ઉપરાંત શેર બજારના વિવિધ સ્ટોક્સ પાછળ ઈન્વેસ્ટમેન્ટ કે ઈન્ટ્રા ડે કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્ટોક માર્કેટમાં પ્રોફીટ અને લોસ બંને હોય છે. લોસ અને પ્રોફીટના જ ગણિત માંડવાથી સ્ટોક માર્કેટ પર પ્રભુત્વ હાંસલ થતું નથી. ફાઈનાન્શીયલ એડવાઈઝર કે પછી એક સુજબુજ સાથે સ્ટોક્સમાં ટ્રેડિંગ કરવું હિતાવહ છે નહીં તો તેના પરિણામ ઘણા જોખમી આવી શકે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT