પાલીતાણાઃ શેત્રુંજય તીર્થે તાત્કાલીક પોલીસ ચોકી ઊભી કરવા આદેશ

સુરેન્દ્રનગરઃ પાલીતાણાના શેત્રુંજય તીર્થમાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડના પડઘા ઠેરઠેર પડ્યા છે. અસામાજિક તત્વોના તોડફોડના મુદ્દે સુરેન્દ્રનગરમાં પણ વેપારીઓએ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. જૈન…

gujarattak
follow google news

સુરેન્દ્રનગરઃ પાલીતાણાના શેત્રુંજય તીર્થમાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડના પડઘા ઠેરઠેર પડ્યા છે. અસામાજિક તત્વોના તોડફોડના મુદ્દે સુરેન્દ્રનગરમાં પણ વેપારીઓએ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. જૈન સમાજ સહિત દરેક સમાજના આગેવાનો આ બંધના એલાનમાં જોડાયા છે. આ ઘટનાને લઈને જૈન સમાજ સાથે અન્ય સમાજો પણ નારાજ થયા હતા. જે પછી આજે પોલીસે શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે તાત્કાલીક ધોરણે પોલીસ ચોકી ઊભી કરવાનો નિર્ણય કર્યો છે.

જૈન સમાજની નારાજગી વચ્ચે 3 દિવસનું અલ્ટીમેટમ
પાલીતાણા શેત્રુંજય તીર્થ પર પર્વતની તળેટીમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી જેના કારણે ઘણુ નુકસાન થયું હતું. ત્યારે ધ્રાંગધ્રા તીર્થ રક્ષા સમિતી દ્વારા આજે બપોરે 12 વાગ્યા સુધી ધંધો-રોજગાર બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. જૈન સમાજ સહિત અનેક સમાજના આગેવાનો, વેપારીઓ અને દુકાનદારો બપોર સુધીના બંધના એલાનને સ્વૈચ્છિક સમર્થન પણ આપ્યું છે. અસામાજિક તત્વોએ જે તોડફોડ કરી છે તેના કારણે જૈન સમાજમાં ખુબ રોષ ફેલાયો છે. છેલ્લા ઘણા સમયથી જૈન સમાજ દ્વારા સંમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા અંગે અને ગિરીરાજ શિખર પર તોડફોડ,ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે રેલીઓ અને આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યાં છે ત્યારે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચે તે માટે ગુજરાત સહિત દેશભરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા વિવિધ રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જૈન સમાજના
ગુરુઓ અને ગચ્છાધિપતિઓએ વિશાળ મેદનીને સંબોધિત કરવાની સાથે સાથે સરકારને પણ 3 દિવસનું અલ્ટીમેટમ આપી દીધુ હતુ.જો સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો જૈન સમાજ આગામી રણનીતિ નક્કી કરશે.

ચોકીમાં પોલીસનો કેટલો સ્ટાફ?
આ તરફ પોલીસે શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય કર્યો છે. 1 પીએસઆઈ, 2 એએસઆઈ અને 10 પોલીસ કર્મચારીઓના સ્ટાફ સાથે અહીં શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે પોલીસ ચોકી ઊભી કરવાનો નિર્ણય કર્યો છે. આ ચોકી તાત્કાલીક અસરથી બનાવવામાં આવે તેવો પોલીસ વડાનો આદેશ છે. પોલીસ વિભાગ વિવાદ વકર્યા પછી હવે એક્શન મોડમાં આવી ગયું છે.

    follow whatsapp