અમદાવાદઃ અમદાવાદના રામોલ વિસ્તારની એક મહિલાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની છે. બનાવની જાણકારી મળતા પોલીસે ઘટના સ્થળ પર દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. બનાવને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલાએ એક અંતિમ ચિઠ્ઠી લખી હતી. જે ચિઠ્ઠીમાં મહિલા સાસરિયાઓથી ત્રાસી ગઈ હતી અને તેના કારણે જીવન ટુંકાવ્યું હોવાનું લખ્યું હતું.
ADVERTISEMENT
અમદાવાદના રામોલ વિસ્તારમાં એક પરિણીતાએ આપઘાત કરી લીધાની ઘટના બની છે. સુસાઈડ કેસની જાણ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અને તેમાં પોલીસના હાથે મહિલાની લખેલી અંતિમ ચીઠ્ઠી આવી હતી. જેમાં તેણે સાસરિયાઓના ત્રાસની વાત કરી હતી. પોલીસે આ ઘટનાને પગલે પતિ અને સસરાની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસે ઘટનામાં વધુ કાર્યવાહી હાથ ધરી આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT