નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગરમાં ઝડપાયેલું રાજ્યવ્યાપી ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં ૩૬ આરોપીના નામ ભાવનગર પોલીસે જાહેર કર્યા બાદ ગઇકાલે ચાર આરોપીની ધરપકડ કરાયા પછી ભાવનગર જિલ્લાના સિહોર નજીકના દેવગાણા ગામેથી બિપીન ત્રિવેદી કે જેણે યુવરાજસિંહ સામે લાખો રૂપિયા લીધાનો વીડીયો મારફત આક્ષેપ કરેલો તેની એસઆઇટીએ સિહોરમાં પૂછપરછ શરૂ કરી દીધી છે પણ બિપીન ત્રિવેદીનું ડમી કાંડના 36 આરોપીમાં નામ ન હોય ધરપકડ કરાઇ નથી. ઉપરાંત આ પ્રકરણમાં તંત્રને સફળતા મળી છે જેમાં પીએસઆઈ સંજય પંડ્યા ડમી તરીકે અક્ષર બારૈયાની જગ્યાએ પરીક્ષા આપી હતી તેને એસઆઈટી દ્વારા પકડી પડાયો છે. આ રીતે જ કૌભાડના મુખ્ય આરોપી શરદ પનોત સરતાનપર પ્રાથમિક શાળામાં શિક્ષક થઈ ગયો છે, પીકે દવે જે બીઆરસીમાં કોર્ડિનેટર બની ગયો છે તેમને ફરજ મુક્ત કરી દેવાયા છે.
ADVERTISEMENT
યુવરાજસિંહ સામે ફરિયાદ નોંધવા તજવીજ
હાલમાં ગતરાત્રે એસઆઇટી દ્વારા બિપિન ત્રિવેદીની પૂછપરછ શરૂ કરી છે અને જો તેની સંડોવણી સાબિત થશે તો ધરપકડ કરીને ભાવનગર લાવવામાં આવશે તેમ ભાવનગર પોલીસે જણાવ્યું હતુ. આથી સંકેત મળે છે કે બિપીન ત્રિવેદીની પૂછપરછના આધારે યુવરાજસિંહ સામે FIR નોંધવા તજવીજ હાથ ધરાશે. આ પ્રકરણમાં આઠેક આરોપીની તપાસ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. જો કે એક પણ આરોપીની ધરપકડ બતાવાઇ નથી. પણ જેના નામ ચર્ચાઇ રહ્યાં છે તેમાં બે પોલીસ કર્મચારી પણ હોવાનું બહાર આવ્યું છે. ભાવનગર એસ.એ.ટી ની ટીમે કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાંથી પી.એસ.આઈ. ની ટ્રેનિંગ લેતો સંજય પંડ્યાની અટકાયત કરી હોવાનું અને તેને ગઈ કાલ રાત્રે જ એસ.આઈ.ટી.ની ટીમ કરાઈ પહોચી સવારે ભાવનગર સંજય પંડયાને લવાયો હતો.
સુરતઃ કોર્પોરેશને જપ્ત કરેલો માલ, પોલીસની હાજરીમાં છોડાવી ગયા
વધુ એક પોલીસ કર્મી બન્યો ડમી પરીક્ષાર્થી
ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા પાસ પણ કરી લીધી હતી આ સંજય પંડ્યા વર્ષ-૨૦૨૧માં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં અક્ષર બારૈયા નામના ઉમેદવારની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે બેઠો હતો, અને અક્ષયે પરીક્ષા પાસ પણ કરી લીધી હતી. તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ હાલ ભાવનગરના બગદાણા પોલીસમાં ફરજ બજાવતા દિનેશ બટુકભાઇ પંડ્યા અને ભદ્રેશ બટુકભાઇ પંડ્યાની તપાસ પણ હાથ ધરાઇ છે. હજી ૧૫ દિવસ પૂર્વે જ દિનેશ પંડ્યાની ભાવનગરની બગદાણા પોલીસમાં બદલી થઇ હોવાનું અને તે હથિયારધારી પોલીસ હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે હાલ તે બગદાણા પોલીસમાં હાજર નથી અને ફરાર છે. તેના પત્ની જેસરમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. ભદ્રેશ પંડ્યા સેનેટરી ઇન્સ્પેક્ટરમાં નોકરી કરે છે અને તેને નોકરી મળી તેની પરીક્ષા દિનેશ પંડ્યાએ આપી હતી અને ભદ્રેશને પાસ કરાવ્યો હતો. તેની તપાસ શરૂ કરાઇ છે.
બિપિન ત્રિવેદી અઠવાડિયાથી શાળાએ નથી આવ્યો
જો કે બિપીન ત્રિવેદી શાળામાં અઠવાડિયાથી ગેરહાજર હોવાનું શાળાનાં આચાર્ય દ્વારા જણાવ્યું હતું. ભાવનગરમાં મહાનગરપાલિકાની શાળા નં.૩૮ પાનવાડી શાળામાં ભાષાના શિક્ષક તરીકે નોકરી કરતા બિપીન ત્રિવેદી શિક્ષક તરીકેની નોકરી ઉપરાંત ભાવનગર શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેની એકેડમી પણ ચલાવે છે. તેણે થોડા દિવસ પહેલા વીડીયો જાહેર કરી યુવરાજસિંહે આ કાંડમાં નામ ન ખોલવાની શરતે એક ઉમેદવારના રૂ.૪૫ લાખ અને અન્ય એકના ૫૫ લાખ રૂપિયા લીધા હોવાનો લેવાનો આક્ષેપ કર્યા બાદ આજે તેની તપાસ કરતા શાસનાધિકારીએ જણાવ્યું હતુ કે બિપીન ત્રિવેદી એકાદ અઠવાડિયાથી તેની પાનવાડીની શાળામાં ગેરહાજર છે અને હાલમાં તેની કપાત પગારે રજા રાખી છે હવે જો હાજર નહીં થાય તો તેને નોટિસ આપવામાં આવશે અને શિક્ષાત્મક કાર્યવાહીરૂપે પગલા લેવાશે. આમ અક્ષર અને સંજયને પણ પોલીસે ઝડપી પાડ્યા છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમાં ગુંજ્યો રામ મંદિરનો મુદ્દો, જાણો શું બોલ્યા રાજનાથ સિહ
જિલ્લા શિક્ષણાધિકારીએ કર્યા ફરજ મુક્ત
ડમી ઉમેદવાર તરીકે પકડાયેલા શરદ પનોત, સરતાનપર પ્રાથમિક શાળામાં શિક્ષક પ્રકાશ ઉર્ફ પી કે દવે કે જે બીઆરસીમાં કોર્ડિનેટર છે. તેનું ડેપ્યુટેશન રદ્દ કરવામાં આવ્યું છે અને પછી ફરજ મુક્ત કરી દેવાયો છે.
ADVERTISEMENT