સુરતઃ સુરતની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પોતાના પ્રદેશ પ્રમુખને જ ઉતાર્યા છે. આ બેઠક પર લડનારા ગોપાલ ઈટાલિયા અને વિવાદો પરસપર એક સાથે ચાલતા આવ્યા છે. પોતાના આકરા શબ્દો અને કટાક્ષ કરતા રહેવાની ઓળખ ધરાવતા ગોપાલ ઈટાલિયા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને વિધાનસભામાં જુત્તુ મારવાથી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને દારુ ઠેરઠેર મળતા હોવા અંગે ઓડિયો વાયરલ થવાથી જાહેર જીવનમાં પગલા માંડનાર ગોપાલ ઈટાલિયા આ અગાઉ ગુજરાત પોલીસનો હિસ્સો હતા. જોકે બાદમાં આંદોલન સાથે જોડાયા અને પછી આમ આદમી પાર્ટી સાથે હાથ મીલાવી પાર્ટીને થોડા જ વર્ષોમાં અહીં સુધી ઝડપથી લઈને આવનારા નેતાઓ પૈકીના એક તેમને ગણવામાં આવે છે. હવે તેમણે કતારગામથી ફોર્મ ભર્યું છે અને તેમાં તેમણે પોતાની સંપત્તિ, ગુનાઓ, આવક, ભણતર સહિતની વિગતો ચૂંટણી પંચ સમક્ષ મુકી છે. તો આવો તે અંગે વધુ જાણીએ…
ADVERTISEMENT
જંગમ મિલકતો
વર્ષ 2016માં ગુજરાત યુનિવર્સિટીથી બીએ પાસ અને તે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એલએલબી કરીને બીજા વર્ષમાં જ છોડી દેનારા ગોપાલ ઈટાલિયાની મિલકતનું લિસ્ટ જેટલું નાનું છે તેનાથી બમણું તેમના ગુનાઓનું લિસ્ટ છે. વર્ષ 2018થી 20 સુધી તો તેઓ ઈન્કમટેક્સ રિટર્નમાં કશું જ દર્શાવતા નથી પરંતુ વર્ષ 2020-21થી તેમની આવક તેમણે દર્શાવી છે જે વાર્ષિક 4,49,170 થઈ છે જોકે દર વર્ષે જાણે તેમની આ રકમ નાણાકીય વર્ષ પ્રમાણે અનુક્રમે રૂ. 4,39,980 અને રૂ. 4,50,740 રહી છે. તેમના આશ્રીતોમાં તેમને હાલમાં જ ઘરે જન્મ લીધેલી દીકરી વૈદેહી છે. તેમણે દર્શાવ્યું છે કે તેમના હાથ પર હાલ કુલ રોકડ 5,33,019 છે. તેમના બેન્ક એકાઉન્ટમાં આ ઉપરાંત 1,10,474 રૂપિયા છે અને તેમની પત્નીના એકાઉન્ટમાં 2698 રૂપિયા છે. આ સિવાય તેમની પાસે વાહનોમાં એક બાઈક છે અને સોનું માત્ર 0.003 ગ્રામ મતલબ કે દસ હજાર રૂપિયાનું માંડ સોનું છે તેમની પાસે તેમના કરતાં તેમની પત્ની પાસે સ્વાભાવીક રીતે વધારે છે તેમની પાસે 1 લાખ રૂપિયાનું સોનું છે.આમ જોવા જઈએ તો તેમની જંગમ મિલકત કુલ 6,83,493 છે અને તેમની પત્નીની 1,02,698 રૂપિયા છે. તેમની પાસે કોઈપણ સ્થાવર મિલકત હાલ નથી તેવું તેમણે એફિડેવીટમાં જણાવ્યું છે. મતલબ કે જે છે એ આટલું જ છે હાલ તેમની પાસે. પોતાની આવકના સ્ત્રોત તરીકે તેમણે કન્સલ્ટન્સીના ધંધામાં મળતી કન્સલ્ટન્સી ફીને ગણાવી છે. અહીં સુધી કે તેમણે પોતાની વારસાગત મિલકતોમાં પણ લાગુ પડતું નથી તેવું જ દર્શાવ્યું છે. મિલકત તો છોડો તેમણે એક રૂપિયાનું દેવું પણ દર્શાવ્યું નથી.
તેમની સામે નોંધાયેલા ગુનાઓ
ગોપાલ ઈટાલિયા કે જેમની સામે બહું ટુંક સમયમાં લાંબુ લચક કેસનું લિસ્ટ છે. તેમની સામે કુલ 17 ગુનાઓ પડતર છે. સૌથી પહેલા વર્ષ 2017માં તેમની પર ગાંધીનગરમાં સેક્ટર 7 પોલીસ મથકમાં કેસ નોંધાયો હતો જેમાં ગેરકાયદે પ્રવેશ અને ફરજમાં રુકાવટ કરીને હંગામો મચાવવા સંદર્ભે હતો. તે પછી તો જાણે તેમની સામે નોંધાયેલા ગુનાઓનું લિસ્ટ લાંબુ જ થતું ગયું હતું. આ પછી અમદાવાદમાં ખોટી ઓળખ આપવા મામલે ગુનો નોંધાયો હતો. આ એ ગુનો છે જેમાં તેમણે નીતિન પટેલને પોતે પોલીસ છે તેવી ઓળખ આપીને ગુજરાતમાં દારુ મળતો હોવાની બાબત પર વાત કરતો ઓડિયો વાયરલ થયો હતો. આ પછી તેમની સામે સુરતના ડીસીબી પોલીસ મથકે પોલીસ બંદોબસ્ત માટે ઉશ્કેરણી કરવી, બોટાદ પોલીસ મથકે જાહેરનામાનો ભંગ કરવો, આણંદના વિદ્યાનગર પોલીસ મથકે તો ગંભીર કલમો અંતર્ગત આર્મસ એક્ટ 25 (1)એ, આઈપીસી 114 પ્રમાણે લાયસન્સ વગર હથિયાર જેવું સાધન વાપરી તેનો વીડિયો બનાવીને ફરતો થયો તે બાબતમાં હતો, જે વીડિયો આપે પણ જોયો હશે કે તેઓ એક પ્લાસ્ટિકની પાઈપ વડે એક ધડાકો કરીને બતાવે છે. આ પછી અમાદવાદના રાણીપ પોલીસ મથકમાં એપીડેમિક ડિઝાસ્ટર એક્ટ અંતર્ગત જાહેરનામા ભંગ કરવા બદલનો ગુનો નોંધાયો હતો. જે પછી ધમકી આપવા મામલે સુરતના કાપોદ્રા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તે ઉપરાંત સુરતના ઉધના પોલીસ મથકે ફરી જાહેરનામા ભંગ, મહેસાણાના એ ડિવિઝન પોલીસ મથકે ફરજમાં રુકાવટ નાખીને ગેર કાયદે મંડળી રચીને રેલી કાઢવા બાબતમાં ગુના નોંધાયા હતા. આવા જ જાહેરનામા ભંગના ગુનાઓ મહીધરપુરા પોલીસ સ્ટેશન, અમદાવાદના ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશન, ઉધના પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઈ ચુકાયા છે. આ ઉપરાંત ઓલપાડમાં ફરજ પર રુકાવટ સંદર્ભના ગુનો નોંધાયો હતો. તેમની સામે અપશબ્દો બોલવા બાબતે પણ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં જ બે ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. ઉપરાંત સામાન્ય આર્થિક ગુનાઓ પણ તેમની સામે કાપોદ્રા પોલીસ સ્ટેશન અને ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે જાહેર જીવનમાં પગપેસારો કરતાની સાથે જ તેમની સામે ગુનાઓનું લાંબુ લચક લિસ્ટ બની ગયું છે. જોકે તેમની સામે થયેલા આ પેકીના એક પણ કેસ હજુ સુધી સાબિત થયા નથી, તેમને ગુનેગાર ઠેરવાયા નથી કે તેમને સજા પણ થઈ નથી.
ADVERTISEMENT