PM મોદીએ ફોન કરીને CR પાટીલનું ભાષણ અટકાવ્યું, કરી એક ખાસ ટકોર…

PM મોદીએ ફોન કરીને CR પાટીલનું ભાષણ અટકાવ્યું, ફોનમાં કહ્યું કે… ખેડા : શહેરના યાત્રાધામ વડતાલથી ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનો પ્રારંભ આજે કરવામાં આવી રહ્યો…

gujarattak
follow google news
  • PM મોદીએ ફોન કરીને CR પાટીલનું ભાષણ અટકાવ્યું, ફોનમાં કહ્યું કે…

ખેડા : શહેરના યાત્રાધામ વડતાલથી ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનો પ્રારંભ આજે કરવામાં આવી રહ્યો છે. વડતાલથી લઈ દ્વારકા સુધી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હિન્દુ મહાસભા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ભાજપના ટોપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. નૌતમ સ્વામી દ્વારા આયોજીત આ યાત્રા ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં ફરશે.

હરિદ્વારથી જળ લાવી સમગ્ર ગુજરાતના મહત્વના શિવાલયો પર અભિષેક
અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિદ્વારથી જળ લાવી 182 વિધાનસભાઓના 202 પૌરાણિક શિવાલયોમાં આ જળથી અભિષેક કરવામાં આવશે. આ કાવડ યાત્રામાં 2200 જેટલાં કાવડ યાત્રીઓ અને 250 કરતા પણ વધારે સંતો યાત્રા કરશે. સમગ્ર ગુજરાતમાં આ કાવડયાત્રા ફરશે. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટિલના ઉપસ્થિતિમાં કાવડ યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

અચાનક ચાલુ સભાએ કોઇનો ફોન આવ્યો અને સંબોધન અટકાવ્યું
જો કે આ યાત્રાના શુભારંભ પ્રસંગે સી.આર પાટીલ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો પી.એ આવીને તેમને ફોન આપ્યો હતો. પાટીલે ઘટનાની ગંભીરતા જોતા અધવચ્ચે જ પોતાનું ભાષણ અટકાવીને એક શાંત સ્થળે જોઇને કોઇ સાથે વાત કરી હતી. ત્યાર બાદ ફરી ભાષણ શરૂ કરવાનાં બદલે તેમણે આગળ ભાષણ કરવાનું જ ટાળ્યું હતું.

વડાપ્રધાન મોદીનો ફોન આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વસ્થ સુત્રો જણાવી રહ્યા છે કે, વડાપ્રધાનમોદીનો દિલ્હીથી ફોન આવ્યો હતો. તેમણે કેટલાક મહત્વના મુદ્દે સુચનો આપ્યા હતા આ ઉપરાંત કેટલીક બાબતે ટકોર પણ કરતા પાટીલનો મુડ ઓફ થઇ ગયો હતો. જેથી તેમણે આગળનું ભાષણ કરવાનું ટાળ્યું હતું. તેઓ સુચન અનુસાર આગામી આયોજન બાબતે ગહન વિચારમાં લાગી ગયા હતા.

    follow whatsapp