પાટીલનો મોટો ઇશારો! ચૂંટણી જીત્યા બાદ મારી ભુમિકા બદલાવા જઇ રહી છે

Gujarat Panchayat AajTak : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. તમામ પક્ષો પોતપોતાની રીતે પટ્ટા પછાડી રહ્યા છે. જો કે આ ગુજરાતની રાજકીય ગરમાવા વચ્ચે…

gujarattak
follow google news

Gujarat Panchayat AajTak : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. તમામ પક્ષો પોતપોતાની રીતે પટ્ટા પછાડી રહ્યા છે. જો કે આ ગુજરાતની રાજકીય ગરમાવા વચ્ચે GujaratTak ની ઇવેન્ટના કારણે ગરમી વધારી દીધી છે. ગુજરાતમાં આજે સી.આર પાટીલ ગુજરાતના પંચાયતના મંચ પર હાજર રહ્યા હતા. જો કે અહીં તેમણે ફ્લો ફ્લોમાં એક મોટી વાત કરી દીધી હતી. સી.આર પાટીલે કહ્યું કે, એકવાર ભાજપની સરકાર બની જાય ત્યાર બાદ મારી ભુમિકા બદલાઇ જવાની છે.

સી.આર પાટીલ ચૂંટણી જીતાડ્યા બાદ પદભ્રષ્ટ થશે?
સી.આર પાટીલનું આ નિવેદન ખુબ જ મહત્વનું છે. સરકાર બને ત્યાર બાદ મારી ભુમિકા બદલાઇ જશે જેનો એક અર્થ એવો થાય છે કે, તેઓને પક્ષ પ્રમુખના પદ પરથી હટાવી દેવામાં આવે અથવા તો રાજીનામું આપી શકે છે. કારણ કે સી.આર પાટીલ અને ભાજપના પ્રદર્શનથી પહેલા જ પીએમ મોદી અને અમિત શાહ નારાજ હોવાનું રાજકીય પંડીતો માની રહ્યા છે. તેવામાં શું GUJARAT TAK માં સી.આર પાટીલે મોટો ઇશારો કરી દીધો તેવું માની શકાય?

શું પાટીલ સુપર સીએમમાંથી સીએમ બનશે?
બીજી તરફ સી.આર પાટીલનો હાલનો દબદબો જોતા અનેક રાજનીતિજ્ઞો અને વિપક્ષી નેતાઓ પણ તેમને સુપર સીએમ ગણાવે છે. તેવામાં શું ભાજપની સરકાર બને તો તેઓ મુખ્યમંત્રી બનશે? જો કે આની શક્યતા ઓછી એટલા માટે જોવાઇ રહી છે કારણ કે પીએમ મોદી પોતે ભુપેન્દ્ર પટેલને સીએમ પદના ચહેરા તરીકે તેમને પ્રોજેક્ટ કરી ચુક્યા છે. પરંતુ ભાજપ દ્વારા હંમેશા સરપ્રાઇઝ આપવાની ફિતરત રહી છે. તેવામાં શું સી.આર પાટીલ નવા સી.એમ બની શકે છે? આનો જવાબ તો આગામી સમય જ આપશે તે જોવું રહ્યું.

    follow whatsapp