કચ્છઃ કચ્છમાં ભાજપના જિલ્લા કાર્યાલયનો ભુજ ખાતે ઉદ્ઘાટન સમારંભ હતો. સ્વાભાવીક રીતે આ ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હાથે થયો હતો. ઉદ્ઘાટન કાર્યક્રમમાં જ્યાં તેમણે ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહની કામગીરીઓની વાત કરી હતી ત્યાં કોંગ્રેસ પર આકરા શબ્દ બાણ પણ ચલાવ્યા હતા. ત્યારે તેમણે પોતાના નેતાઓને પણ કેટલીક બાબતો તરફ ધ્યાન દોર્યું હતું. ઉપરાંત તેમણે જાણે આડકતરી રીતે પદ પર રહેલા નેતાઓને પક્ષની કામગીરીમાં બીન જરૂરી દખલ નહીં કરવાને લઈને પણ જાણે ચેતવ્યા હોય તેવો ઘાટ ઘડાયો હતો.
ADVERTISEMENT
કમ્પાઉન્ડરમાંથી જીવા કેવી રીતે કુખ્યાત ગેંગસ્ટર બન્યો…જાણો સંજીવ મહેશ્વરીની ક્રાઇમ કુંડળી
નડતા નહીંઃ પાટીલ
કચ્છમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન પદ નહીં છોડતા નેતાઓને તેમણે ટોંણો માર્યો હતો. પાટીલે હળવા અને મજાકિયા અંદાજમાં ભાજપના સ્થાનીક કદાવર નેતાઓનું ખાસ બાબતો પર ધ્યાન દોર્યું હતું. તેમણે આ દરમિયાન એવું કહ્યું હતું કે નડતા નહીં કામ કરવા દેજો. જેને લઈને એવું મનાય છે કે તેમણે વર્ષોથી પોતાનો દબદબો બનાવીને બેઠેલા નેતાઓને હળવેકથી ખોટી દખલગીરીથી દૂર રહેવાની સલાહ આપી હતી.
(ઈનપુટ, કૌશિક કાંટેચા, કચ્છ)
ADVERTISEMENT