અમદાવાદ: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આજે 68 મો જન્મ દિવસ છે. નીતિન પટેલના જન્મદિવસ પર વર્ષ 2014થી સતત 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં નવ રક્તદાન કેમ્પ યોજાઈ ચૂક્યા છે. આજે 2023ની સાલમાં રક્તદાન શિબિરના 10 વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવ અને રજતતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહ્યા હતા. આ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નીતિન પટેલની રાજકીય કારકિર્દીને લઈ મહત્વનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે, . મને ખબર પડી કે હમણાં હમણાં તેઓ હિન્દી પણ શીખી રહ્યા છે. નીતિનભાઈ હિન્દીમાં બોલશે એટલે આપણે કલ્પના કરવાની કે કેટલા ગુજરાતી શબ્દો આવે છે.
ADVERTISEMENT
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, પોલિટિકલ પાર્ટીના એક કાર્યકર્તા 40 વર્ષ પહેલા પોતાની કારકિર્દી શરૂ કરે છે. તમારા બધાના સાથ અને સહકાર સાથે સહકારી તંત્રમાંથી ધીમે-ધીમે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. એક પછી એક વિધાનસભાની ચૂંટણી જીતતા જાય છે. જીતતા-જીતતા ગુજરાતના ડેપ્યુટી સીએમના પદ સુધી પહોંચી જાય છે. આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના 68મા જન્મ દિવસ નિમિતે તમે તેમને શુભેચ્છા આપવા માટે આવ્યા છો, તે દર્શાવે છે કે તમને તેમના માટે અત્યંત પ્રેમ છે. અત્યંત આદર છે, હજુ તેઓ રાજકીય ક્ષેત્રમાં આગળ વધે તેવી અપેક્ષા છે. નીતિનભાઈ ફક્ત ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં જાણીતા છે. મને ખબર પડી કે હમણાં હમણાં તેઓ હિન્દી પણ શીખી રહ્યા છે. નીતિનભાઈ હિન્દીમાં બોલશે એટલે આપણે કલ્પના કરવાની કે કેટલા ગુજરાતી શબ્દો આવે છે.
પાર્ટીના ભીડભંજન ગણાવ્યા
નીતિનભાઇ અમારી પાર્ટીના ભીડભંજન છે, તેઓએ પાર્ટીમાં ભીડમાં હોય ત્યારે મહત્વનું કામ કર્યુ છે. નીતિનભાઈનો ગોલ પાક્કો હોય છે, જે કામ હાથમાં લે તે પૂર્ણ કરે જ. કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી હોવા છતાં ટ્રેનમાં બેસીને સુરત પહોંચ્યા હતા. નીતિનભાઈ ઉંમરમાં મારા કરતા એક વર્ષ નાના છે પણ રાજકીય ઊંચાઈમાં મારાથી ઘણા મોટા છે. ઉત્તર ગુજરાતના પાણીમાં અલગ જ તાકાત છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ આ તાકાત પાકિસ્તાને પણ જોઇ છે, પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યુ છે. 2014 પહેલા પાકિસ્તાનને ગુલાબજાંબુ મોકલતા હતા, મોદી સાહેબે ગોળીઓ મોકલી છે.
રાજ્યસભા કે લોકસભા બે ઓપ્શન
નીતિન પટેલના જન્મ દિવસ નિમિતે કડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બીજી તરફ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જન્મદિવસ નિમિતે રજત તુલા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આવનાર લોકસભાની કે રાજ્યસભાની ચૂંટણીમાં મોકલવાની તૈયારી હોય તેમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે નિવેદન આપ્યું હતું. ત્યારે બીજી તરફ ઓગસ્ટમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ત્યાર બાદ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
ADVERTISEMENT