Surendranagar News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મંગળવારે સુરેન્દ્રનગરમાં પણ ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તથા ભાજપના ધારાસભ્ય અને કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી જ સી.આર પાટીલે ભાજપના ધારાસભ્ય જગદીશ મકવાણા, પ્રકાશ વરમોરા અને પી.કે પરમારને ટકોર કરી હતી.
ADVERTISEMENT
સ્ટેજ પરથી ધારાસભ્યોને પાટીલની ટકોર
ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સ્ટેજ પરથી સી.આર પાટીલે કહ્યું કે, તમે ભલે 65 હજાર મતે જીત્યા પણ એ તમારી નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાકાતથી જીત્યા છો. જો તમને તમારી જીત પર ઘમંડ આવશે તો તમારા પગલાં પણ પાછા આવશે. લોકસભા ચૂંટણી પહેલા પાટીલની જાહેર પ્રવચનમાં વઢવાણ ધારાસભ્ય જગદીશ મકવાણા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને પી.કે.પરમારને ટકોર કરી હતી. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે, ગુજરાત ભાજપમાં કાર્યકરોને મેરીટ પર સ્થાન મળે છે. ભાજપમાં નેતાઓની પછેડી પકડી પાછળ આવનારને નહીં પણ કામ કરનારને તક સાથે પદ આપવામાં આવે છે.
બીજી તરફ ખેડાના કપડવંજમાં પણ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના 150 જેટલા કાર્યકરો સહિત 400 લોકો ભાજપમાં જોડાયા હતા. ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હાજરીમાં કોંગ્રેસના 150 જેટલા કાર્યકરોએ પક્ષ સાથે છેડો ફોીને કેસરીયો ધારણ કર્યો હતો.
(ઈનપુટ: સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT