Parshottam Rupala Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો ભડકેલો ગુસ્સો હાલ અનેક રીતે ભાજપને દઝાડી રહ્યો છે. પહેલાં આ બાબત રાજકોટ પૂરતી મર્યાદિત રહી પણ આ રોષ વાયુવેગે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રસરી ગયો છે. ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતર્યા છે અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ નિવેદન પાઠવવામાં આવ્યા રહ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજમાં ફેલાયેલા આ આક્રોશને શાંત પાડવા માટે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કમાન સંભાળી છે. આજે સી.આર પાટીલના ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ સી.આર પાટીલે પરસોત્તમ રૂપાલા માટે બે હાથ જોડીને માફી માંગી. તેઓએ કહ્યું કે, હવે ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ.
ADVERTISEMENT
તેઓ ત્રણ વખત માંગી ચૂક્યા છે માફીઃ સી.આર પાટીલ
પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. તેઓ ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે. છતાં રોષ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. મારી ક્ષત્રિય સમાજને વિનંતી છે કે ક્ષત્રિય સમાજ મન મોટું રાખીને પરસોત્તમભાઈને માફ કરી દે.
આ પણ વાંચોઃ RTE 2024-25 હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં 2 લાખથી વધુ ફૉર્મ ભરાયા, આ તારીખે પ્રથમ રાઉન્ડ થશે જાહેર
'ક્ષત્રિય સમાજને મારી હાથ જોડીને વિનંતી'
તેઓએ જણાવ્યું કે, આજે ભાજપના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કેસરીસિંહ, મહેન્દ્રસિંહ, આઇકે જાડેજા, બલવંતસિંહની આગેવાનીમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં અમે બેઠક યોજી હતી. આજે અમારી બેઠક અઢી ત્રણ કલાક ચાલી છે. ક્ષત્રિય સમાજને મારી હાથ જોડીને વિનંતી છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને માફ કરી દે. સી.આર પાટીલે કહ્યું કે, ક્ષત્રિય સમાજની 92 લોકોની સંકલન સમિતિ છે. આ સંકલન સમિતિની આવતીકાલે 3 વાગ્યે બેઠક મળશે. જેમાં રોષ સાંભળવામાં આવશે અને સમજાવશે. ધીમે-ધીમે વાતાવરણ સરળ બને તે માટે પ્રયત્ન કરાશે.
આ પણ વાંચોઃ શું રુપાલા બદલાશે? ક્ષત્રિયોનો રોષ વધતા ભપેન્દ્ર પટેલ અને પાટીલ મેદાને ઉતર્યા, ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક
સી.આર પાટીલના ઘરે યોજાઈ બેઠક
ગાંધીનગર ખાતે આવેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, બળવંતસિંહ રાજપુત, આઈ.કે જાડેજા, જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રત્નાકરજી પણ બેઠકમાં હાજર હતા.
ADVERTISEMENT