ગાંધીનગર : આજે અડાલજ પાસેના શેરથા ગામે વિશાળ માલધારી વેદના સભા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં માલધારીઓ હાજર રહ્યા હતા. માલધારી સમાજના 20 કરતા પણ વધારે મંદિરનામહંતો અને 40 કરતા વધારે મંદિરના મહંતો અને 17 કરતા પણ વધારે સંસ્થાના વડાઓ અને માલધારી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. રાજકોટના મનીશ નાગોરે કહ્યું કે, જો આપણી માંગણી પુર્ણ નહી થાય ત્યાં સુધી રાજકોટથી આગળ કોઇની ગાડી નહી જઇ શકે તેટલી શક્તિ અમે ધરાવીએ છીએ તેવો હુંકાર કર્યો હતો.
ADVERTISEMENT
માલધારીઓને અન્ય સમાજો દ્વારા પણ સમર્થન આપ્યું
હવે માલધારીઓના અનેક સંગઠનોને અન્ય સમાજનું પણ સમર્થન મળી રહ્યું છે. ઠાકોર સમાજ, ચૌધરી અને પટેલ સમાજે લેખિતમાં માલધારીઓને સમર્થન આપ્યું છે. ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ નવઘણજી ઠાકોરે કહ્યું કે, બંધારણ એસ.સી સમાજ તેમજ તીર કામઠા વાળા આદિવાસી સમાજ અને લાકડીવાળા માલધારી સમાજ અને તલવારવાળા ક્ષત્રિય સમાજ સાથે ભેગા મળીને હવે આ સરકારનું વિસર્જન કરવાના મુડમાં છે.
ગુજરાત સરકાર ગૌચર ઉદ્યોગપતિઓને આપવા માટે ઢોરનિયંત્રણ કાયદો લાવી
આ અંગે સમાજના આગેવાને જણાવ્યું કે, ગુજરાત સરકાર ઢોર અંકુશ નિયંત્રણ કાયદો 2022 માં લાવી છે તે કાયદો સરકારી પડતર જમીન અંગે ગૌચર તળાવો તેમના માન્ય ઉદ્યોગપતિઓને જમીન પધરાવી દેવાનું સરકારનું સુનિયંત્રીક કાવત્રું છે. જે ગાયોનાં નામે આ લોકોએ સરકાર બનાવી તે ગાય અને તેનો પાલક બંન્ને આજે રસ્તે રઝળી રહ્યા છે. સરકાર જાગે નહી તો નામોનિશાન મિટાવી દઇશું.
ADVERTISEMENT