પાટણઃ પાટણમાં સમયાંતરે રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જોકે અહીં તો શાંતિથી નિંદ્રા લઈ રહેલા યુવાનો પર જાણે અચાનક હુમલાની ઘટના સામે આવી છે. પાટણમાં ઢોરોના હુમલાની ઘટનાઓ ઘણી બની ચુકી છે ત્યારે વધુ એક ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે.
ADVERTISEMENT
એક યુવાન ડરીને સંતાઈ ગયો તો બીજો જીવ બચાવવા ભાગ્યો
પાટણમાં એક આખલાના આતંકનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. વીડિયો ઘણો જ ચોંકાવનારો છે. જેમાં એક આખલા દ્વારા એક શોપિંગ મોલની બહાર શાંતિથી સુઈ રહેલા બે યુવાનો પર હુમલો કરવામાં આવી રહ્યો હોવાનું જોઈ શકાય છે. જેમાં એક યુવાનને શીંગડામાં ભરાવીને એવો ફંગોળે છે કે તેને ઈજાઓ પણ થાય છે. આખલાથી આ યુવાનો એટલા ડરી જાય છે કે એક યુવાન પોતાનો જીવ બચાવવા ભાગે છે તો બીજો પથ્થરની પાળી પાસે સંતાઈ જાય છે. આ વીડિયો સરસ્વતીના સરિયદ ગામનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
નડિયાદઃ CMને ભ્રષ્ટાચારની માહિતી આપે તે પહેલા જ વિપક્ષ પર પોલીસની કાર્યવાહી
વીડિયોમાં દેખાય છે કે બે યુવાનો શોપિંગ મોલના ઓટલા પર શાંતિથી સુઈ રહ્યા હતા. દરમિયાન એક આખલો આવે છે અને તેમના પર હુમલો કરે છે. જેમાં એક યુવાનના પગમાં શીંગડું ભરાઈ જતા આખલો તેને જ્યાં ત્યાં ફંગોળવા લાગે છે. અન્ય એક યુવાન તેના સાથીની મદદ કરવાના પ્રયત્ન કરે છે પરંતુ તે તેને બચાવી શકતો નથી. આ તરફ આખલાના હુમલાથી ફંગોળાઈને યુવકને માથામાં ટેબલ પણ વાગે છે. જ્યાં ત્યાં પટકાવાથી તેને ઈજા થાય છે ત્યારે તે લાત મારી પોતાનો પગ આખલાના શીંગડાથી છોડાવે છે. જોકે આખલો તેમ છતા તેના પર તૂટી પડે છે.
(ઈનપુટઃ વિપિન પ્રજાપતિ, પાટણ)
ADVERTISEMENT