ભાવનગર: ડમીકાંડમાંથી સામે આવેલા તોડકાંડમાં રોજે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. યુવરાજસિંહ જાડેજા પર પોલીસે રૂ.1 કરોડનો તોડ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી યુવરાજસિંહના બંને સાળાને પકડી લેવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે શિવુભા ગોહીલે પોલીસ સામે સરેન્ડર કરી દીધું હતું. ત્યારે આજે શિવુભાના રિમાન્ડ મેળવવા માટે પોલીસ તેમને કોર્ટમાં લઈ ગઈ હતી. જ્યાં 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેની સામે પોલીસે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ADVERTISEMENT
પોલીસ તપાસ બાદ શિવુભાનો યુ-ટર્ન
કોર્ટ લઈ જતા પહેલા શિવુભા ગાહિલે પોલીસ તપાસ બાદ યુટર્ન માર્યો હતો. શિવુભા ગોહિલએ જણાવ્યું કે, ગઈકાલે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તે એક વ્યક્તિનાં કહેવાથી આપ્યું હતું. મને ન્યાયતંત્ર પર વિશ્વાસ, પોલીસે કોઈ બળજબરી નથી કરી. જોકે તેમના મિત્ર પાસેથી 25 લાખ રૂપિયા કેશ મળવાની વાત પર તેઓ જવાબ આપી શક્યા નહોતા.
ગઈકાલે શિવુભાએ કર્યું હતું સરેન્ડર
નોંધનીય છે કે, ગઈકાલે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહના શાળા શિવભદ્રસિંહ ગોહિલે સરેન્ડર કર્યું હતું. જેમાં તેની પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું કે તેનો મિત્ર સંજય ખીમજી જેઠવાને સાચવવા માટે આપી હતી. પોલીસ દ્વારા તત્કાલ સરકારી પંચને બોલાવીને શિવુભાએ જણાવેલી જગ્યા પર પહોંચ્યા હતા. ત્યાં સંજયને પુછતા તેણે પણ કહ્યું હતું કે, શિવુભા તેના મિત્ર છે. તેઓ થોડા દિવસો પહેલા એક થેલી આપી ગયા હતા. જેથી પોલીસે તે થેલીની માંગ કરી હતી.
25.50 લાખ રૂપિયા અને ઓફીસની હાર્ડડિસ્ક મળી આવી
સરકારી પંચોની હાજરીમાં તે થેલી ખોલી હતી. થેલીમાંથી મોટી રકમ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે નાણાની ગણત્રી કરતા 25,50,000 રૂપિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત આ થેલીમાંથી નાણા ઉપરાંત હાર્ડ ડિસ્ક પણ મળી આવી હતી. આ અંગે સંજય જેઠવાએ આ હાર્ડડિસ્ક વિક્ટોરિયા પ્રાઇમ ખાતે આવેલી ઓફીસના સીસીટીવીની છે. જેના પગલે આ હાર્ડ ડ્રાઇવ પણ FSL ને મોકલી આપવામાં આવી હતી. હાલ તો વધારે પૈસા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
(વિથ ઈનપુટ: નીતિન ગોહિલ)
ADVERTISEMENT