અમદાવાદ: એક સમયે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે બીજી તરફ કોરોનાને હવે મહામારી માંથી દૂર કરવામાં આવ્યું છે. આ દરમિયાન અમદાવાદમાં AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કોરોનાની વેક્સિન હવે ખાનગી હોસ્પિટલમાંથી મેળવી શકાશે.
ADVERTISEMENT
ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા 1 એપ્રિલથી વેકસીનેશનના આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ રાજ્યની અનેક હોસ્પિટલમાં વેકસીનેશનની અછત ઊભી થઈ હતી. અને આ સમય દરમિયાન WHO દ્વારા કોરોનાને મહામારી તરીકે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. જોકએ હવે AMC એ કોરોના વેકસીનેશન બંધ કરીઓ દીધું છે. ત્યારે બીજી તરફ મનપા સંચાલિત હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ બંધ કરાયા છે.
કોરોના વોર્ડ પણ બંધ કરાયા
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. આ દરમિયાન AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ મનપા સંચાલિત હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ બંધ કરાયા છે. હવે લોકોએ કોરોનાની સારવાર ઘરે જ લેવી પડશે. આ ઉપરાંત જરૂર હોય તેવા જ દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે એક વોર્ડ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.
જરુંર જણાય તો એસવીપી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરાશે
રાજ્યમાં હજુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન ર્બન હેલ્થ સેન્ટર પર માત્ર ટેસ્ટીંગની વ્યવસ્થા ચાલુ રાખવાનો નિર્ણય AMC દ્વારા લેવામાં આવ્યો છે. જો કોઈ ટેસ્ટિંગ દરમિયાન વ્યક્તિ પોઝિટિવ આવ્શે ટુ તેમણે ઘરે જ સારવાર લેવાણી રહેશે. સારવાર દરમિયાન કે ટેસ્ટિંગ દરમિયાન વધુ જરૂરિયાત જણાઈ ટો જ કોઈ વ્યક્તિને વધુ સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.
ADVERTISEMENT