અમદાવાદ: આજે રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં ગઈ કાળની સરખામણીમાં સામાન્ય વધારો જીઓવ મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 678 લોકો સંક્રમિત થયા છે ગઈ કાલે 661 લોકો કોરોનાથી સંક્રમિત થાય હતા. જ્યારે આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે 810 દર્દીઓ સાજા થયા છે આ સાથે જ મૃત્યુ આંકે તંત્રની ચિંતા વધારી છે આજે 1 વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયા છે.
ADVERTISEMENT
રાજ્યમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો થયો છે ત્યારે રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1,53,910 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ 5729 એક્ટિવ કેસ છે જ્યારે 15 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 5714 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10981 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1245890 લોકો ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.68 ટકા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 137228 પ્રિકોશન ડોઝ 18 થી 59 વર્ષ સુધીના લોકો માટે આપવામાં આવ્યા છે. આ સાથે જ 11,91,15,910 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં મહીસાગર, જુનાગઢ કોર્પોરેશન તથા જુનાગઢ, ડાંગ, છોટા ઉદેપૂર અને બોટાદમાં કોઈ પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ સાથે અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટ્યું
દેશમાં છેલ્લા 24 કલાકમાં 13000થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,751 નવા કેસ નોંધાયા છે. જ્યારે 42 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થાય છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 1,31,807 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 3703 નો ઘટાડો નોંધાયો છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,41,74,650 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 4,35,16,071 થઈ ગઈ છે. દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,26,772 લોકોના મોત થયા છે.
ADVERTISEMENT