રાજ્યમાં કોરોનાના કેસમાં રાહત, 24 કલાકમાં 661 લોકો થયા સંક્રમિત

અમદાવાદ: આજે રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 661 લોકો સંક્રમિત થયા છે. જ્યારે આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની…

gujarattak
follow google news

અમદાવાદ: આજે રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 661 લોકો સંક્રમિત થયા છે. જ્યારે આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે 692 દર્દીઓ સાજા થયા છે આ સાથે જ મૃત્યુ આંકે તંત્રની ચિંતા વધારી છે આજે 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો થયો છે ત્યારે રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2,56,452 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ 5862 એક્ટિવ કેસ છે જ્યારે 19 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 5843 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10980 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1245080 લોકો ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.67 છે જ્યારે 18 થી 59 વર્ષ સુધીના લોકો માટે પ્રિકોશન ડોઝ છેલ્લા 24 કલાકમાં 226163 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે જ 11,89,61,997 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં અરવલ્લી,દાહોદ, ખેડા, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, ડાંગ અને નર્મદામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બંને મૃત્ય ભાવનગર કોર્પોરેશનમાં બંને મૃત્યુ થાય છે.

દેશમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટ્યું
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,167 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 41 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થાય છે. આ પહેલા રવિવારે દેશમાં કોરોના વાયરસના 18,738 નવા કેસ નોંધાયા હતા જ્યારે 40 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીએ નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 2571નો ઘટાડો થયો હતો. દેશમાં હજુ 1 લાખથી વધુ એકસ્તીવ કેસ છે. દેશમાં 1,35,510 એક્ટિવ કેસ છે.

 

 

    follow whatsapp