અમદાવાદ: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona) પોઝિટિવ કેસોમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 599 લોકો સંક્રમિત થયા છે, જ્યારે આજે પણ રિકવર થતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આજે કુલ 737 દર્દીઓ રિકવર થયા છે જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે.
ADVERTISEMENT
22 દર્દીઓ હાલમાં વેન્ટીલટર પર
રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 74 હજારથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 4066 એક્ટિવ કેસ છે. જેમાંથી 22 દર્દીઓ વેન્ટીલેટર પર છે . જ્યારે 4044 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10991 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 12,50,396થી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.
5 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નહીં
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 173 કેસ નોંધાયા છે, જ્યારે 227 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને 1 દર્દીનું મોત નિપજ્યું છે. આ બાદ મહેસાણામાં 60, વડોદરા શહેરમાં 51, રાજકોટ શહેરમાં 34, ગાંધીનગરમાં 30, સુરત શહેરમાં 23, વડોદરા ગ્રામ્યમાં 22 તથા ગાંધીનગર શહેરમાં 21 નવા કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢ, બોટાદ, ડાંગ, મહીસાગર તથા નર્મદા જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
ADVERTISEMENT