અમદાવાદ: આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 459 લોકો સંક્રમિત થયા છે. જ્યારે આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે પણ સંક્રમિત દર્દીઓ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ છે. કુલ 922 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં એક પણ મૃત્યુ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
ADVERTISEMENT
2 લાખથી વધુ વેક્સિનના ડોઝ અપાયા.
રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 2 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,00,592 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 5000થી ઓછા એક્ટિવ કેસ છે. રાજ્યમાં 4534 એક્ટિવ કેસ છે જ્યારે 18 દર્દીઓ વેન્ટીલેટર પર છે . જ્યારે 4516 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10987 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1248768 લોકો ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં એકપણ મૃત્યુ નહીં
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.77 ટકા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,74,306 પ્રિકોશન ડોઝ 18 થી 59 વર્ષ સુધીના લોકો માટે આપવામાં આવ્યા છે. આ સાથે જ 11,95,87,356 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં બોટાદ, નર્મદા, જૂનાગઢ, મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ અને ડાંગમાં કોઈ પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ સાથે રાજ્યમાં કોઈ પણ જિલ્લામાં corona થી કોઈ વ્યક્તિનું મૃત્યુ નથી થયું.
આજે દેશમાં કોરોનાએ ફરી ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16,561 નવા કેસ નોંધાયા છે, જ્યારે 49 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 262નો વધારો થયો હતો. દેશમાં છેલ્લા 24 કલાકમાં corona થી 18,053 લોકો સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,23,535 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 2541નો ઘટાડો થયો છે.
ADVERTISEMENT