Vadodara Corona News: ગુજરાતમાં ફરી કોરોના એક્ટિવ થયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અમદાવાદ બાદ હવે વડોદરામાં બે દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ બંને દર્દીને શહેરની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શહેરમાં કોરોનાના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે.
ADVERTISEMENT
વાઈરલ ઇન્ફેક્શનના કેસ પણ વધ્યા
માર્ચ મહિનામાં એક સાથે ત્રણેય ઋતુનો અનુભવ થતાં રોગચાળો વકર્યો છે. જ્યારે હાલમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી ઝાડા-ઉલટીના કેસમાં પણ વધારો થયો છે. ત્યારે ચાલુ મહિનાની શરૂઆતમાં મિશ્ર ઋતુના અનુભવને કારણે વાઈરલ ઇન્ફેક્શનના કેસ મોટા પ્રમાણમાં વધ્યા છે. હાલ સ્વાઇન ફ્લુના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નાના-નાના દવાખાનાઓથી માંડીને મોટી-મોટી હોસ્પિટલો પણ વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓથી ભરાઈ રહી છે.
આ પણ વાંચોઃ Ahmedabad માં ફરી કોરોનાની એન્ટ્રી, સ્વાઈન ફ્લૂના કેસમાં પણ અચાનક ઉછાળો, જુઓ કેટલા કેસ નોંધાયા
બે દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ
આ વચ્ચે હવે વડોદરામાં ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. બંને દર્દીઓને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે.
અમદાવાદમાં પણ નોંધાયા હતા કેસ
આપને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ જ અમદાવાદ શહેરના અસારવા વિસ્તાર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બે કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. બે દર્દીઓના કોરોના પોઝિટિવ આવવાના સમાચાર મળતા જ લોકોમાં ફરીથી કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે.
ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા
ADVERTISEMENT