ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે કોરોનાએ ફરી ચિંતા વધારી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 323 કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આજે પણ કોરોનાથી સંક્રમિત થનાર લોકોની સામે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
ADVERTISEMENT
રાજ્યમાં કોરોનાનું સંક્રમ સતત વધી રહ્યું છે. ત્યારે એક દિવસની રાહત બાદ ફરી સંક્રમણ વધ્યું છે. રાજ્યમાં ગઈ કાલે કોરોનાથી 304 લોકો સંક્રમિત થયા હતા. ત્યારે આજે કોરોનાથી 323 લોકો સંક્રમિત થયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ સાથે આજે પોઝિટવ દર્દીઓ કરતાં સાજા થનાર દર્દીની સંખ્યા વધી છે. આજે 381 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.
હાલની સ્થિતિએ રાજ્યમાં કુલ 2091 એક્ટિવ કેસ છે. જેમાંથી 2086 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. ઉપરાંત અત્યાર સુધીમાં 11072 દર્દીઓના સરકારી ચોપડે કોરોનાથી મોત થયા હોવાનું નોંધાયું છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.98 ટકા સુધી પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1274958 લોકો કોરોનાથી ડિસ્ચાર્જ થયા છે.
અહી કોરોનાથી રાહત
રાજ્યમાં 12 જિલ્લા અને મહાનગરપાલિકામાં મળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જેમાં અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા,જામનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, મહીસાગર, નર્મદા, તાપી અને પોરબંદર જિલ્લામાં કોઈ નવા કેસ સામે આવ્યા નથી.
આ પણ વાંચો: BSF ને જખૌ કાંઠેથી શંકાસ્પદ નાર્કોટિક્સનું પેકેટ મળી આવ્યું, તપાસ શરૂ
અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધુ રહ્યું છે આ દરમિયાન આજે અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 110 લોકો સંક્રમિત થયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 29 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત મહેસાણામાં આજે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મહેસાણામાં 25 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT