નર્મદા: દેશભરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે અને 12થી વધુ દેશો સાથે ભારતમાં પણ કોરોના વેરિયન્ટની ચોથી લહેરની શરૂઆત જાણે એક તબક્કે થઇ ગઈ છે. તંત્ર હવે આગોતરું આયોજન કરી તમામ જિલ્લાઓને કોરોના માટે સજ્જ બનાવી દેવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં RTPCR લેબ કાર્યરત છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં હાલ 150 જેટલા બેડ ICU, વેન્ટિલેટર ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિધાઓ ઊભી કરી દેવાઈ છે.
ADVERTISEMENT
ભૂતકાળમાંથી શીખવા જેવું
એક તબક્કે અહીંની હોસ્પિટલના તંત્રનું માનીએ તો રાજપીપળા સિવિલ હોસ્પિટલ આગામી સમયમાં જો કોઈ એવી સ્થિતિ ઊભી થાય છે તો તેના માટે સજ્જ બની છે.સાથે જો કેસ વધે તો જૂની સિવિલ હોસ્પિટલ ખાતે પણ 100 જેટલા બેડ ની વ્યવસ્થા કરી છે.બાકી નવી સિવિલ બિલ્ડીંગની બાજુમાં પણ જગ્યા છે. 600 જેટલા મોટા સિલિન્ડર્સ પણ હાલમાં સજ્જ કરી દેવામાં આવ્યા છે. આમ તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આપણે ત્યાં જ્યારથી કોરોનાની એન્ટ્રી થઈ ત્યારથી તેની સતત ત્રણ લહેર સુધી લોકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ મળવામાં ઘણી મુશ્કેલી પડી હતી, ઘણાને આ સુવિધાઓ મળી પણ નહીં તેવા પણ દાખલાઓ હતા. જોકે હવે આપણે ભૂતકાળમાંથી શીખવું જરૂરી બન્યું છે. જે તે સમયે કોરોના જેમ જેમ પોતાના વેરિએન્ટ બદલીને આક્રમણ કરી રહ્યો છે તેમ તેમ તેનાથી બચવાના પણ વિવિધ રસ્તાઓ શોધતા રહેવું પડશે તે હાલના તબક્કે જોવા મળી રહ્યું છે.
(વીથ ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT