અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોમાં તથા એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. જોકે કોરોનાના આંકડાઓ છેલ્લા અઠવાડિયામાં જ 1000 કરતા ઘણા નીચે આવી ગયા છે. એક્ટિવ કેસને લઈને જે ચિંતા તંત્રમાં હતી તે આ આંકડાઓ પરથી ઘટે તેવો અંદાજ છે. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં કોરોનાના 73 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી આજે 179 દર્દીઓ સ્વસ્થ થયા છે. અમદાવાદમાં આજે 22 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.09 ટકા થયો છે. જોકે દિવસ દરમિયાન દુખદ બાબત એ પણ સામે આવી છે કે કોરોનાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ADVERTISEMENT
ભાવનગર કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગમાં 12 રાજીનામાથી ખળભળાટ, કારણ ચોંકાવનારું
ગુજરાતમાં એક્ટિવ કેસ 500ની નજીક આવી ગયા
ગુજરાતમાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 643 કેસ રાજ્યમાં એક્ટિવ છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 640 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,79,205 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે 11075 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. જોકે આજે કોરોનાથી 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ વ્યક્તિ વલસાડની હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનો આંકડો જેમ જેમ નીચે આવી રહ્યો છે તેમ તેમ તંત્ર રાહતનો દમ લઈ રહ્યું છે પરંતુ તકેદારીઓ આ કેસને આગળ વધતા અટકાવી શકે છે તે ભુલ્યા વગર વર્તણૂંક થાય તે વધુ હિતાવહ છે.
કયા જિલ્લાની કેવી છે સ્થિતિ જાણો
ADVERTISEMENT