રાજકોટમાં કોંગ્રેસ નેતાનો જાહેરમંચ પર બફાટ, મહાત્મા ગાંધી વિશે આપ્યું વિવાદિત નિવેદન

Rajkot News: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવાર ઉપરા ઉપરી સભાઓ ગજવી રહ્યા છે અને મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

Rajkot News

જાહેર મંચ પર કોંગ્રેસ નેતા ભૂલ્યા ભાન!

follow google news

Rajkot News: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષોના ઉમેદવાર ઉપરા ઉપરી સભાઓ ગજવી રહ્યા છે અને મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતે રાજ્યભરના લોકોની નજર રાજકોટ બેઠક પર છે, કારણ કે અહીં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ભાજપની વિરુદ્ધમાં આખો ક્ષત્રિય સમાજ છે. પરસોત્તમ રૂપાલાના એક વિવાદાસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે, અનેક વખત પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવા છતાં ભાજપ દ્વારા ટિકિટ રદ કરવામાં ન આવતા હવે આ વિરોધ ઉમેદવાર પરથી પક્ષ પર પહોંચી ગયો છે. જેને ફાયદો કોંગ્રેસ ભરપૂર રીતે ઉઠાવી રહી છે. કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

જાહેર મંચ પર ભાન ભૂલ્યા ઈન્દ્રનીલ રાજ્યગુરુ

ગઈકાલે કોંગ્રેસના પરેશ ધાનાણીની રાજકોટમાં યોજાયેલી એક સભામાં કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ ભાન ભૂલ્યા હતા. તેઓએ મહાત્મા ગાંધીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા હતા. સાથે જ તેઓએ જાહેર મંચ પરથી ગાંધીજી વિશે અપમાનજનક નિવેદન આપ્યું હતું અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.ત્યારે હવે રાજકોટમાં જ કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ એવું નિવેદન આપ્યું કે વિવાદનો મધપૂડો છેડાયો છે. 

ગાંધીજી વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

રાજકોટના હેદર ચોકમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની પ્રચાર સભા યોજાઈ હતી. આ દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુ મંચ પરથી બોલ્યા હતા કે 'આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે.' સાથે જ તેમણે ગાંધીજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી સંપુર્ણપણે નિખાલસ અને સાચો માણસ છે, કે જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કરાયો અને તેના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા તેમ છતાં દેશ આજે સ્વીકારે છે કે આ રાહુલ ગાંધી માણસ બરાબર છે.' 

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
 

    follow whatsapp