Rajkot Suicide Case: રાજકોટમાંથી એક દુઃખદ બનાવ સામે આવ્યો છે. શહેરના મવડી પોલીસ હેડ ક્વાર્ટરના 10 માળેથી કૂદીને પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. હાલ આ અંગેની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. જોકે, પોલીસ કોન્સ્ટેબલના આપાઘાત પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું છે.
ADVERTISEMENT
પો.કોન્સ્ટેબલે લગાવી મોતની છલાંગ
મળતી માહિતી અનુસાર, રાજકોટ રૂરલ પોલીસની રીડર બ્રાન્ચના કોન્સ્ટેબલ ભાર્ગવભાઈ કમલેશભાઈ બોરીસાગર (ઉ.વ. 23) મવડી પોલીસ હેડ ક્વાર્ટરના દસમા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું. આ અંગેની જાણ થતાં જ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
5 મહિના પહેલા જ થયા હતા લગ્ન
પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, લોક રક્ષક તરીકે ફરજ બજાવતાં ભાર્ગવભાઈ બોરીસાગરનું દોઢેક મહિના પહેલા જ જેતપુરથી રાજકોટ બદલી થઈ હતી. સાથે જ મૃતકના પાંચે5 મહિના પહેલા જ લગ્ન થયા હતા.
પરિવારમાં છવાયો માતમ
આ બનાવથી પોલીસ બેડામાં અરેરાટી વ્યાપી ગઈ છે. તો પરિવારમાં માતમ છવાયો છે. હાલ તાલુકા પોલીસની ટીમે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
ADVERTISEMENT