ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ હાઇપ્રોફાઇલ નેતાઓની પ્રચાર પ્રસાર અર્થે આવન જાવન વધી ગઇ છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવે છે અને સભાઓ ગજવે છે. તમામ જિલ્લાઓમાં વીઆઇપી મુવમેન્ટનો ધમધમાટ રહે છે. પોલીસ પણ સતત બદોબસ્તમાં જ વ્યસ્ત રહે છે. જો કે આજે રાહુલ ગાંધી આવ્યા અને તેમણે 9 મહત્વની જાહેરાતો કરી હતી. જો કે આ અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે ખુબ જ આકરી ટિકા કરી હતી.
ADVERTISEMENT
જ્યાં સુધી સરકાર રહી ત્યાં સુધી ક્યારેય ભારત રત્ન ન આપ્યો
યમલ વ્યાસે આરોપ લગાવ્યો કે, જેમનો પરિવાર આજીવન સરદારને ભુંસવા માટે પ્રયત્નરત્ત રહ્યો. જે સરદાર વડાપ્રધાન બને તેમ હતા પરંતુ જે પરિવારે પોતાના પૈસાના જોરે તેમને વડાપ્રધાન ન બનવા દીધા. જે સરદારને તેમણે ક્યારે ભારત રત્ન ન આપવા દીધો એ લોકો હવે ગુજરાતમાં આવીને સરદારનાં નામે વોટ માંગી રહ્યા છે. સરદારના વિચારોની વાત કરી રહ્યા છે. કયા મોઢે તેઓ સરદારની વાતો કરી રહ્યા છે. સરદારની આત્મા પણ આજે ખુબ જ દુભાઇ હશે.
પાંચ વર્ષ પહેલા ગયા હતા તે હવે ચૂંટણી ટાણે જ આવ્યા
અગાઉ આવ્યા ત્યારે કહેતા હતા કે હું ગુજરાત દર બે મહિને આવીશ. ગુજરાતમાં મને પોતિકા પણુ લાગી રહ્યું છે. જો કે 2 મહિનાનો વાયદો આપીને વર્ષોબાદ આવ્યા છે. તેમને ખબર છે કે અમારી સરકાર આવવાની નથી તો પછી ખોટા ખોટા મોટા વચન આપી રહ્યા છે. જ્યાં પણ તેમની સરકાર આવી ત્યાં તેઓએ ક્યારે વાયદા પાળ્યાં નથી. અહીં તો સરકાર આવવાની જ નથી. દર 2 મહિને આવીશ તેવું કહેનારા રાહુલ ગાંધી પાંચ વર્ષ બાદ આવી રહ્યા છે. તે પણ જ્યારે મતની જરૂર છે ત્યારે, આટલા સમય સુધી ક્યાં હતા ગુજરાતની યાદ નહોતી આવતી.
ADVERTISEMENT