ભાર્ગવી જોશી/જૂનાગઢ : ગુજરાત કોંગ્રેસ હવે ચૂંટણી બાદ એક્શન મોડમાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા અનેક કાર્યકર્તાઓની હકાલપટ્ટી બાદ હવે દિગ્ગજ ચહેરાઓની હકાલપટ્ટી શરૂ કરવામાં આવી છે. આ અનુસંધાને આજે ત્રણ દિગ્ગજ નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી. કોંગ્રેસમાં ત્રણ આગેવાનોની હકાલપટ્ટીથી નેતાઓમાં ચકચાર મચી ગઇ હતી.
ADVERTISEMENT
જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખની જ હકાલપટ્ટી કરવામાં આવી
જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રગતિ આહીર અને રાવણ લાખા પરમારની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ અંગે અત્યારે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી લેખિતમાં સૂચના મળ્યા મુજબ ગુજરાત સેવા દળના મહિલા પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મોટા ગજાના નેતા પ્રગતિબેન ભીમભાઇ નંદાણીયા, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પ્રવીણભાઈ પટેલ તે ઉપરાંત જુનાગઢ નગરપાલિકાના માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણભાઈ લાખાભાઈ પરમાર અને જુનાગઢ મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુભાઈ બાબુભાઈ સોલંકી ત્રણ વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગુજરાત કોંગ્રેસ સંકલન સમિતી દ્વારા લેવાયો કડક નિર્ણય
ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પતી ગયા પછી અંગત નિરીક્ષક દ્વારા સર્વે બાદ આ આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ પણ જુનાગઢ જિલ્લાના ત્રણ મોટા ગઝાના આગેવાનોને પાર્ટી સસ્પેન્ડ કરી ચૂકી છે. હજી પણ ભવિષ્યમાં ગુજરાત કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા સર્વે ચાલુ જ છે અને ભવિષ્યે આવા અનેક નેતાઓની હકાલપટ્ટી થઇ શકે છે. દરેક મોટા કે નાના ગજાના આગેવાનોને કે ચમરબંધીઓને પણ સસ્પેન્ડ કરવામાં કોંગ્રેસ જરાકે પણ અચકાશે નહીં. જે કોઈ કોંગ્રેસી આગેવાનો છે શિસ્ત ભંગ સ્વરૂપે ચૂંટણી સમયે
1- નારાજ થઈને ઘરે બેઠા હોય તેવા
2- ઉમેદવારો પાસેથી રૂપિયા લીધા હોય તેવા
3- અને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોય તેવા
ADVERTISEMENT