નારાજ કોંગ્રેસીઓને ઉચ્ચનેતાગીરી સાંભળશે, આગેવાનો અશિસ્ત નહીં કરેઃ શક્તિસિંહ

ભાર્ગવી જોશી, જુનાગઢ: કોંગ્રેસે હાલમાં જ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર થતાની સાથે જ ઘણી જગ્યાએથી વિરોધના સૂર ઉઠ્યા છે.…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી, જુનાગઢ: કોંગ્રેસે હાલમાં જ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર થતાની સાથે જ ઘણી જગ્યાએથી વિરોધના સૂર ઉઠ્યા છે. મણાવદર બેઠક પરથી હરિ પટેલને ટિકિટ ન મળતા તેમના ટેકેદારો દ્વારા રાજીનામાઓ આપવામાં આવ્યા હતા. જેના કારણે વંથલી વિસ્તાર કોંગ્રેસ નેતાગીરીમાં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આ મામલે કોંગ્રેસની ઉચ્ચ નેતાગીરી તેમને સાંભળશે અને આગેવાનો અશિસ્ત નહીં કરે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

સેન્સ પ્રક્રિયામાં હરિ પટેલનું નામ દાવેદારીમાં હતું
ગુજરાત કોંગ્રેસ દ્વારા શુક્રવારે રાત્રે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેના પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ગણિત કહો કે સંજોગો પણ મોડી રાત્રે જાહેર કરાયેલી આ યાદીથી ઘણાઓની ઉંઘ બગડી હતી. કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં કોંગ્રેસે મણાવદર બેઠક પરથી ચૂંટણી મેદાન પર અરવિંદ લાડાનીને ઉતારવાનું નક્કી કર્યું છે. આ નામની જાહેરાત થતા જ વંથલીના હોદ્દેદારોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો. નારાજગી એટલી હતી કે તેમણે આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. અહીં સુધી કે અનેક હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા હતા. તેમના ધડાધડ પડેલા રાજીનામાથી ડેમેજ કંટ્રોલરની ભૂમિકામાં આવી ગયેલી કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી. વંથલીના હોદ્દેદારોએ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં હરિ પટેલને ઉમેદવારી કરવાની તક આપવી જોઈએ તેવી માગ કરી હતી. જોકે તેવું થયું નહીં અને અરવિંદ લાડાનીનું નામ જાહેર થયું હતું. લાડાનીનું નામ આવતા જ વિરોધનો સૂર ઊંચો થયો હતો. મણાવદર બેઠકના વંથલી તાલુકાના પંચાયતના 26 તાલુકા પંચાયત સભ્યોએ આ કારણે કોંગ્રેસમાં રાજીનામા ધરી દેતા ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

વધુ પડતો આક્રોશ અશિસ્તમાં પરિણમેઃ ગોહિલ
મણાવદરમાં નારાજગીને લઈને કોંગ્રેસના અગ્રણીઓના એક સાથે રાજીનામા પડવાને પગલે મીડિયાએ શક્તિસંહ ગોહિલને સવાલ કર્યો હતો ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, કોઈને કોઈ પક્ષમાં વાત કરવાનું ફોરમ હોય છે. હું ચોક્કસ માનું છું કે જેમની લાગણી છે તેમને કોંગ્રેસ સાંભળશે. પરંતુ એક મર્યાદાથી વધારે આક્રોશ અશિસ્તમાં પરિણમે છે અને મને લાગે છે કે કોંગ્રેસના આગેવાનો અશિસ્ત નહીં કરે તેવો મને વિશ્વાસ છે. તેમણે આ ઉપરાંત ઈન્દ્રનીલ રાજ્યગુરુના કોંગ્રેસમાં જોડાવા અંગે કહ્યું હતું કે, અમારી સાથે જોડાતો દરેક હાથ અમારી તાકાત બને છે. કોંગ્રેસના તમામ સિટિંગ ધારાસભ્યોના નામની ઉમેદવારીની લીસ્ટનો નિર્ણય લેવાશે અને પછી જાહેર કરાશે.

    follow whatsapp