Gandhinagar Protest: ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ, કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા

Gandhinagar Protest News: ગુજરાતમાં જ્ઞાન સહાયકોની ભરતી નામે શિક્ષણના ખાનગીકરણનો TET-TAT પાસ ઉમદવારો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોના સમર્થનમાં કોંગેસ…

gujarattak
follow google news

Gandhinagar Protest News: ગુજરાતમાં જ્ઞાન સહાયકોની ભરતી નામે શિક્ષણના ખાનગીકરણનો TET-TAT પાસ ઉમદવારો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોના સમર્થનમાં કોંગેસ દ્વારા જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ધરણા પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસ દ્વારા ‘શિક્ષણ બચાવો’ ધરણા પ્રદર્શન કરાયું હતું.

TET-TAT ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ

કોંગ્રેસના આ ધરણા પ્રદર્શનમાં વિવિધ જિલ્લામાંથી શિક્ષિત બેરોજગાર યુવાનો પણ જોડાયા હતા. સાથે જ જ્ઞાન સહાયક યોજનાના વિરોધના ધરણામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા.યુવરાજસિંહ કોંગ્રેસના સ્ટેજ પર નેતાઓની સાથે દેખાયા હતા. ખાસ છે કે યુવરાજસિંહ હાલમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે.

સ્ટેજ પર કોંગી નેતાઓ સાથે યુવરાજસિંહ દેખાયા

સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસના ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસના અમિત ચાવડા, આદિવાસી નેતા તથા ધારાસભ્ય અનંત પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા. જેમની સાથે સ્ટેજ પર યુવરાજસિંહ જાડેજા દેખાતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. ખાસ છે કે આ પહેલા યુવરાજસિંહ થરાદમાં તેઓ ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ ઠાકોર સાથે ભોજન લેતા દેખાયા હતા. ત્યારે હવે ફરી તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે દેખાતા ફરી એકવાર અનેક ચર્ચાઓ ઉઠી છે.

 

    follow whatsapp