નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી હવે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે હશે. ત્રીજા ઉમેદવાર ઝારખંડના પૂર્વ કેબિનેટ મંત્રી કે.એન ત્રિપાઠીની ઉમેદવારી રદ્દ થઇ ચુકી છે. જો કે ઉમેદવારી લેવાની અંતિમ તારીખ 8 ઓક્ટોબર છે. માટે તે જ દિવસી તસવીર સ્પષ્ટ થશે કે, ચૂંટણી થશે કે નહી. જો કોઇએ પોતાની ઉમેદવારી પરત નહી ખેંચે તો ચૂંટણી થશે.
ADVERTISEMENT
તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ્દ કરવામાં આવ્યા
કોંગ્રેસ અધ્યક્ષના ચૂંટણી પ્રભારી મધુસૂદન મિસ્ત્રીએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું કે, ઉમેદવારો દ્વારા જમા કરાવાયેલા ફોર્મની તપાસ કરવામાં આવી ચુકી છે. 20 ફોર્મ પૈકી 4 માં હસ્તાક્ષર અલગ અલગ હતા. જેના કારણે આ તમામને અસ્વીકૃત કરી દેવાયા હતા. હવે આ ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર સામસામે હશે. ઝારખંડના ઉમેદવાર કે.એન ત્રિપાઠીનું ફોર્મ રિજેક્ટ થઇ ચુક્યું છે.
ખડગે અને થરૂર વચ્ચે સીધી જ ટક્કર થશે
મિસ્ત્રીએ કહ્યું કે, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 8 ઓક્ટોબર છે. અત્યાર સુધી જેવું લાગી રહ્યું છે કે ખગડે અને થરૂર માટે મતદાન થશે. આ બંન્નેમાંથી કોઇ ઉમેદવારી પરત નહી લે તો પછી ચૂંટણી થશે. આગળની પ્રક્રિયા શરૂ થશે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે ચૂંટણી થવાની છે. ઉમેદવારીના અંતિમ દિવસે ખડગે અને થરૂર ઉપરાંત ઝારખંડના કોંગ્રેસ નેતા કે.એન ત્રિપાઠી દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી.
ADVERTISEMENT