Lalit Vasoya ને કોંગ્રેસે પોરબંદરના ઉમેદવાર બનાવ્યા, મનસુખ માંડવીયા સામે લડશે ચૂંટણી

Lalit Vasoya અંગે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લલિત વસોયાને ફોનમાં પોરબંદરથી ચૂંટણી લડવા માટેના આદેશ આપવામાં આવ્યો છે. પોરબંદર બેઠક પર ભાજપે દિગ્ગજ નેતા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને ઉતાર્યા છે.

Lalit Vasoya vs Mansukh Mandaviya

મનસુખ માંડવીયા સામે લલિત વસોયા મેદાને

follow google news

Lalit Vasoya અંગે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લલિત વસોયાને ફોનમાં પોરબંદરથી ચૂંટણી લડવા માટેના આદેશ આપવામાં આવ્યો છે. ભાજપ દ્વારા પોરબંદર બેઠક પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને લોકસભા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જેના પગલે આ બેઠક પર હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાય તેવી શક્યતા છે. 

પોરબંદરમાંથી કોંગ્રેસ દ્વારા લલિત વસોયાના નામની જાહેરાત

અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ પોરબંદરના અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડીયા પક્ષ છોડીને ભાજપમાં જોડાઇ ચુક્યા છે. મનસુખ માંડવીયાને જીતાડવા માટે ભાજપ દ્વારા તમામ પ્રકારના સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. મનસુખ માંડવીયાને જીતાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

કોંગ્રેસ ધોરાજી વિધાનસભા હારેલા ઉમેદવારને લોકસભા લડાવશે

કોંગ્રેસ દ્વારા હાલ અમરેલીમાં મજબુત પકડ ધરાવતા નેતા લલિત વસોયાને પોરબંદરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તેઓ ધોરાજીથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જો કે તેઓ લડ્યા હતા પરંતુ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. સમગ્ર મામલો હાલ પ્રોફાઇલ બની ચુક્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી સામે કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને ઉતારવામાં આવ્યા છે. 

    follow whatsapp