Gujarat Vidhansabha: 'નકલી કાંડ' મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ, કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

આજના દિવસ માટે કોંગ્રેસે વિધાનસભા ગૃહમાંથી વૉકઆઉટ પણ કર્યુ

ઋષિકેશ પટેલે સસ્પેન્ડ કરવા દરખાસ્ત પ્રસ્તાવ રજૂ કર્યો

Gujarat Vidhansabha

follow google news

Gujarat Budget Session: ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સ્તર ચાલી રહ્યું છે. એક મહિના માટે મળેલા આ શિયાળુ સત્રમાં વિપક્ષે સરકાર પાસે અનેક પ્રશ્નોના જવાબો માંગ્યા હતા. એવામાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં સરકાર સામે નકલી કાંડનો મુદ્દો ઉછાળ્યો હતો, આ મુદ્દે કોંગ્રેસી ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આજના દિવસ માટે કોંગ્રેસે વિધાનસભા ગૃહમાંથી વૉકઆઉટ પણ કર્યુ છે.  

ઋષિકેશ પટેલે સસ્પેન્ડ કરવા દરખાસ્ત પ્રસ્તાવ રજૂ કર્યો

આજ રોજ કોંગ્રેસે સરકાર સામે પ્રશ્નોત્તરી કરીને  'નકલીકાંડ' મુદ્દે જવાબ આપવા કહ્યું હતું. નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારીઓ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરવા પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના ધારાસભ્યો ને સસ્પેન્ડ કરવા દરખાસ્ત મૂકી. તેની આ દરખાસ્તને મંત્રી બળવંતસિંહ રાજપુતે ટેકો આપ્યો હતો. અંતે કોંગ્રેસના હાજર તમામ ધારાસભ્યો આજની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરાયા હતા.

કોંગ્રેસે વિધાનસભા ગૃહમાંથી વૉકઆઉટ પણ કર્યુ

'નકલી કાંડ' નો મુદ્દો ગુંજ્યો 

 

વિધાનસભા ગૃહમાં આજે ફરી એકવાર 'નકલી કાંડ' નો મુદ્દો ગુંજ્યો હતો. આજે કોંગ્રેસી ધારાસભ્યોએ નકલી કચેરીકાંડને લઈને ગૃહમાં નારા લગાવ્યા સામે ભાજપે પણ નારા લગાવીને વિરોધ કર્યો હતો. આ વચ્ચે મંત્રી કુબેર ડિંડોર નકલી કચેરીઓના જવાબમા જુની વાતો કરતા કોંગ્રેસ અકડાઈ હતી. કુબેર ડિંડોરે કહ્યુ હતું કે પહેલા નકલી ઢોરવાડા અને બધુ ચાલતુ હતું. આ નિવેદન બાદ કોંગ્રેસે જોરશોરથી નકલીકાંડને લઇ નારાઓ લગાવ્યા હતા. 

    follow whatsapp