PANCHMAHAL માં કોંગ્રેસનો દારૂ ઝડપાયો, ખાતુ પગી વિરુદ્ધ ફરિયાદ દાખલ

PANCHMAHAL માં કોંગ્રેસનો દારૂ ઝડપાયો, ખાતુ પગી વિરુદ્ધ ફરિયાદ દાખલ પંચમહાલ : શહેરના શહેરા તાલુકાના નાંદરવા ગામના બસ સ્ટેશન પાછળ આવેલ મકાનમાંથી પોલીસે બાતમીના આધારે…

gujarattak
follow google news
  • PANCHMAHAL માં કોંગ્રેસનો દારૂ ઝડપાયો, ખાતુ પગી વિરુદ્ધ ફરિયાદ દાખલ

પંચમહાલ : શહેરના શહેરા તાલુકાના નાંદરવા ગામના બસ સ્ટેશન પાછળ આવેલ મકાનમાંથી પોલીસે બાતમીના આધારે વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસે 23 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડવા સાથે આ દારૂ કોણે મંગાવ્યો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જો કે પોલીસે કોગ્રેસી નેતા ખાતુ પગી વિરુદ્ધ ફરિયાદોનો વરસાદ છે. અગાઉ ખાતુ પગી વિરુદ્ધ ફાયરિંગની એક ફરિયાદ થઇ હતી. બીજી ફરિયાદ ભાજપની ગાડીઓ તોડવાની ફરિયાદ હતી. ત્રીજી ફરિયાદ દારૂની નોંધાઇ છે. હાલ તો પોલીસ દ્વારા ખાતુ પગી દ્વારા મંગાવાયેલો દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે. ખાતુ પગી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

જોકે પોલીસે એક દિવસ અગાઉ પણ તાલુકાના ઉમરપુર ગામ અને આંબાજટી ગામથી 12 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંકને ક્યાંક લોકોને પહોંચાડવા માટે આ દારૂ મંગાવવામાં આવ્યો હોય તેવી શક્યતાઓ છે. હાલ તો પોલીસ માટે પણ એક પ્રશ્ન બની ગયો છે. દારૂનો જથ્થો અહીં કોને પહોંચાડવાનો હશે. હાલ તો પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે.

(વિથ ઇનપુટ શાર્દુલ ગજ્જર)

    follow whatsapp