હિરેન રવિયા/અમરેલી: ગુજરાતના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. પછી ટુ-વ્હીલર પર અમરેલીની ગલીઓમાં ફરવાની વાત હોય કે પછી દુકાનમાં લોકો સાથે નાસ્તો કરવાતા ઘણીવાર જોવા મળ્યા છે. ત્યારે હવે તેઓ ગિલ્લી દંડો રમતા હોય તેવો વીડિયો વાઈરલ થયો છે.
ADVERTISEMENT
વિધાનસભાની ચૂંટણીમાં પછડાટ ખાધા બાદ નવરા થયેલા નેતા પરેશ ધાનાણીએ ગિલ્લી દંડા પર હાથ અજમાવ્યો હતો. જેનો વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે. આ વીડિયો ધારીના દલખાણીયા ગામનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં પરેશ ધાનાણી સફેદ દાઢી સાથે જોવા મળી રહ્યા છે અને બાળકો સાથે ગિલ્લી દંડા પર હાથ અજમાવતા દેખાય છે. પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT