‘ભાજપે પોતે બચવા માટે અન્યને બલીનો બકરો બનાવ્યા’, જયસુખ પટેલના સપોર્ટમાં ઉતર્યા કોંગ્રેસના નેતા

Morbi Bridge Tragedy: મોરબીમાં તૂટી પડેલા ઝુલતા બ્રિજ દુર્ઘટના મામલે લાંબા સમયથી જેલમાં બંધ જયસુખ પટેલના સપોર્ટમાં ફરી કોંગ્રેસના ત્રણ નેતાઓ ઉતર્યા છે. ગાંધીનગરમાં કોંગ્રેસના…

gujarattak
follow google news

Morbi Bridge Tragedy: મોરબીમાં તૂટી પડેલા ઝુલતા બ્રિજ દુર્ઘટના મામલે લાંબા સમયથી જેલમાં બંધ જયસુખ પટેલના સપોર્ટમાં ફરી કોંગ્રેસના ત્રણ નેતાઓ ઉતર્યા છે. ગાંધીનગરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયા તથા ધારાસભ્ય કિરીટ પટેલ મોરબી દુર્ઘટનામાં જયસુખ પટેલના બચાવમાં ઉતર્યા હતા. તેમણે આ મામલે મોરબી કલેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસર સામે કાર્યવાહીની માંગણી કરી છે.

સરકારે કંપનીના અમુક માણસોનો પકડીને આભાર માન્યો

લલિત કગથરાએ કહ્યું કે, મોરબી ઝુલતા પુલમાં 135 લોકોના મૃત્યુ થયા. 2022 લોકસભા ચૂંટણી સમયે જ આ દુર્ઘટના બની હતી. સરકારે કંપનીના અમુક માણસોને પકડીને સંતોષ માન્યો. જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. 1995 થી 2007 સુધી ઝૂલતા પુલનું 4 વખત રિનિવેશનનું કામ કરવામાં આવ્યું. તે સમયે પણ કંપનીને કામ સોંપાયો તેમની પાસે પણ અનુભવ ન હતો. તો પછી SIT એ આ વખતે જ કેમ એવું કહ્યું કે ઓરેવા ગૃપ પાસે અનુભુવ નહોતો. જેટલી જવાબદારી કંપનીની છે એટલી જ જવાબદારી કલેકટરની પણ છે. એગ્રીમેન્ટ કરવામાં આવ્યું તેમાં લોકોની ક્ષમતા કે અન્ય કોઈ બાબતોનો ઉલ્લેખ ન હતો. SIT માત્ર ઓરેવા ગ્રુપને ટાર્ગેટ કરી રહી છે.

SITને કલેક્ટર-અધિકારીઓ નથી દેખાતા

તેમણે આગળ કહ્યું, માત્ર SITને ઓરેવા ગૃપ જ દેખાય છે, કલેકટર કે અન્ય અધિકારીઓ નથી દેખાતા. ઓરેવા ગ્રુપના કુટુંબે અનેક સામાજિક કામોમાં પૈસા વાપર્યા છે. જે લોકોએ ઓરેવા ગ્રુપનો ફાયદો લઈને કોંગ્રેસ સામે કામ કર્યું તે હવે સાથ સહકાર આપતા નથી. ઓરેવા ગૃપ સંપૂર્ણ ભાજપ સમર્થન વાળું છે છતાંય ભાજપના લોકો સત્ય બોલી શકતા નથી. 2022 ચૂંટણીની અસર ન થાય તે માટે ઓરેવા ગૃપને દોષિત બનાવવામાં આવ્યું. ફરી એક વખત સત્ય સાથેની ન્યાયિક તપાસ થાય નહિ તો આવતા દિવસોમાં સૌરાષ્ટ્રમાં આંદોલન કરવાના આવશે. SIT એ એક પક્ષને ટાર્ગેટ બનાવવા માટે તપાસ કરી છે.

ભાજપે પોતે બચવા અન્યને બલિનો બકરો બનાવ્યો

તો લલિત વસોયાએ કહ્યું કે, ભાજપે પોતે બચવા માટે અન્યને બલીનો બકરો બનાવવામાં આવ્યો. જયસુખ ભાઈ જેટલા જ જવાબદાર કલેકટર, ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ પણ બને છે. કલેકટર, ચીફ ઓફિસર નિર્દોષ હોય તો જયસુખ પટેલ પણ નિર્દોષ છે. સરકારની નીતિ સામે આંદોલનનું રણસીગું ફૂંકવામાં આવશે.

તો ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું, પાટીદાર ઉધોગપત્તિઓ સામે કાયદાનો ગેરકાયદેસર ઉપયોગ થઇ રહ્યો છે. અધિકારીઓ નિર્દોષ માનીને જયસુખ પટેલને દોષી બનાવવામાં આવ્યા છે. ઓરેવા ગૃપ અને જયસુખભાઇએ પાટીદાર સંસ્થાઓ અને અન્ય કેટલીય સંસ્થાઓને દાન આપેલું છે.

(દુર્ગેશ મહેતા, ગાંધીનગર)

 

    follow whatsapp