Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી નજીક છે એવાંમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે આજે કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું છે. તો વધુ એક ચર્ચાએ જોર પકડ્યું છે કે, હવે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રસ પક્ષ છોડશે. રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા કોંગ્રેસમાં આ મોટું ભંગાણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
અમરીશ ડેર બાદ હવે આ દિગ્ગ્જ નેતા કોંગ્રેસ છોડશે?
મળતી માહિતી અનુસાર, અર્જુન મોઢવાડિયા ન માત્ર કોંગ્રેસ પક્ષને છોડશે, પરંતુ કેસરિયો કરશે તેવી માહિતી સામે આવી રહી છે. 7 માર્ચની આસપાસ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં શરુ થવાની છે. તેને લઈ આજે કોંગ્રેસે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પ્રકાર પરિષદમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહીતના કોંગ્રેસના મોટા મોટા નેતાઓના ચહેરા જોવા મળ્યા પરંતુ આ જ પત્રકાર પરિષદમાં અર્જુન મોઢવાડિયા ન દેખાતા હવે એ ચર્ચાએ જોર પડક્યું છે કે શું અમરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયા ભાજપના નિશાન પર છે.
ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ
7 માર્ચની આસપાસ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં શરુ થવાની છે. જો કે ન્યાય યાત્રા શરુ થાય તે પહેલા જ અર્જુન મોઢવાડિયા કેસરિયા કરી શકે છે. આવનારા એક બે દિવસમાં તેઓ કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે.
ADVERTISEMENT