અમદાવાદ: યુવરાજસિંહ જાડેજાની ધરપકડ થતાની સાથે જ રાજકીય નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર પર સવાલો કર્યા છે. અમિત ચાવડાએ યુવરાજસિંહના કામને વખાણ્યું હતું અને બીજી તરફ 156ની બહુમતીની સરકારે 56 ની છાતી પેપર ફોડવાવાળા સામે કરવાની હતી. 56 ની છાતી ડમી કાંડ કરવા વાળા છે તેની સામે કરવાની હતી.કૌભાંડોને બહાર લાવે અને એને જ આજે જેલમાં પુરવાની પ્રક્રિયા થઈ રહી છે.
ADVERTISEMENT
અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, 156ની બહુમતીની સરકારે 56 ની છાતી પેપર ફોડવાવાળા સામે કરવાની હતી. 56 ની છાતી ડમી કાંડ કરવા વાળા છે તેની સામે કરવાની હતી. ગુનેગારોને જેલમાં નાખવાના હતા. ગુનેગારોની ધરપકડ કરવાની હતી. એના બદલે આ તાનાશાહ સાશનમાં જે લોકો ફરિયાદ કરે જે લોકો લોકોના પ્રશ્નને ઉજાગર કરે. જે લોકો સરકારના કૌભાંડોને બહાર લાવે અને એને જ આજે જેલમાં પુરવાની પ્રક્રિયા થઈ રહી છે. હું માંનું છે કે આ ગાંધી સરદારના ગુજરાતમાં આખા સમાજે જાગૃત થવાની જરુંર છે. આ સરકારમાં વારંવાર પેપર ફુટ્યા વગર પરીક્ષા આપે 40 લાખ આપી PSI ની ટ્રેનિંગમાં પહોંચી જાય, ડમી કાંડ બહાર આવે. જે યુવરાજસિંહ પુરાવા સાથે સરકારને પોલીસને રજૂઆતો કરતાં હોય આજે એની સામે ખોટી ફરિયાદ કરીને એને જ જેલમાં મોકલવાની તજવીજ થઈ રહી છે.
સરકાર પાસે મારી માંગણી છે કે સરકાર સાચી હોય, જો કોઈ પણ ખોટું ના હોય તે મુજબ નું સાશન હોય તો યુવરાજસિંહે જે કીધું છે તે મુજબ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ, ડેરીના ચેરમેન ભાજપના કોઈ મોત આગેવાનો આ ડમી કાંડમાં 1000 કરોડ કરતાં વધારે રકમના કૌભાંડના મુખ્ય સૂત્રધારો છે તો યૂરાજસિંહ ને પૂછપરછ માટે બોલાવો તો ભાજપના નેતાને કેમ પૂછપરછ માટે નથી બોલાવતા? જો યુવરાજસિંહ સામે FIR થઈ શક્તિ હોય તો શું કામ આ ભાજપના નેતા સામે FIR નથી થતાં? એનો જવાબ પણ મુખ્યમંત્રી આપે
વડાપ્રધાન પર ઉઠાવ્યા સવાલો
ખાસ કરીને પ્રધાન મંત્રીને કહેવું છે કે કોઈ ચમરબંધી ને પણ નહીં છોડું તેવા ભાષણો તો ખૂબ કર્યા હવે તમારા આ ડબલ એન્જિન સરકારમાં ફરિયાદી છે. સત્યને ઉજાગર કરતાં અને બેરોજગાર યુવાનો માટે લડતા યુવરાજસિંહ પર ફરિયાદ થાય અને તમારા ભાજપના મોત નેતાના નામ દેવામાં આવ્યા છે. તેણે પૂછપરછ માટે પણ ન બોલાવવામાં આવે? આ બેવડી નીતિ સામે પ્રજાએ જાગૃત થવું પડશે અને બીજી આઝાદીની લડાઈ લડવા બધાએ રસ્તા પર ઊતરવું પડશે.
ADVERTISEMENT