ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે. એક સમયે 149 બેઠક જીતવાનો રેકોર્ડ ધરાવતી કોંગ્રેસ 17 બેઠકો પર જીત મેળવી અને બેસી ગઈ છે. આ દરમિયાન હવે કોંગ્રેસે થોડી આળસ મરડી છે. ગાંધીનગર ખાતે કોંગ્રેસની કારોબારીની બેઠક મળી હતી. કારોબારી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
ADVERTISEMENT
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસે આળસ મરડી છે. ફરી બેઠકોનો ડોર શરૂ કર્યું છે. આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં કારોબારી બેઠક યોજાઇ હતી. જોવા મળ્યું આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત જીલાના પ્રમુખ અરવિંદસિંહ સોલંકી,ડો.જીતુ પટેલ ડો.હિમાંશુ પટેલ નિશિત વ્યાસ સહિતના ગાંધીનગર જિલ્લા હોદ્દેદારો ,કોંગ્રેસના આગેવાનો તેમજ એન એસ યુ આઈના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષજગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં લોકશાહીનો સુવર્ણ યુગ છે. જ્યારે અત્યારે લોકશાહીને ધ્વસ્ત કરનાર શાસકો બની બેઠા છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ માતા સોનિયાના પ્રેમથી ગાલ ખેંચ્યા! પુત્ર અને માતાની ભાવુક ક્ષણ વાઈરલ…
ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આપની વચ્ચે આવી રહેલ યાત્રામાં તમને તન, મન અને ધનથી ભાગ લેવા વિનંતી કરી હતી. 182 ઉમેદવારોએ એમની આપવીતી કહી. એમને જે મુશ્કેલીઓ પડી. એ સાંભળવા માટે બોલાવ્યા હતા. કલ્પનાના થાય એવી ગંદી રમતો , ગંદી રાજનીતિ, કુટુંબમાં તિરાડ પડાવવાની રાજનીતિ કરી ને ચુંટણી જીત્યા છે. ભારતીય જનતા પાર્ટીના લોકો 6 મહિનાથી કહેતા કે અમે જીતીશું, લોકશાહીથી જીતવું હતું’ને, રૂપિયાની રેલમ છેલ, જે નથી માનતો એને પોલીસ, જે તેનાથી પણ નથી માનતો એને ગુંડા અને અસમાજિક તત્વો, એના બળે જ આ પરિણામો આવ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT