ભાર્ગવી જોશી.જૂનાગઢ: જૂનાગઢમાં આજે કોંગ્રેસનો જન મંચ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કિગ્રેસના નેતા અમિત ચાવડા અને કોંગ્રેસ ધારાસભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના આ કાર્યક્રમમાં લોકોની સમસ્યા અને પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. ઉપરાંત હાલમાં ભાજપના નેતાઓ જ્યાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના પગમાં પડી ગયા છે. બાગેશ્વર ધામ સરકાર મામલે એક ધર્મ અને રાજનીતિનો અલગ જ જોડ દેખાઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા એવા સ્લોગન સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ માટે તો જનતા જ સરકાર.
ADVERTISEMENT
આ તકે અમિત ચાવડા એ સરકાર પર આકરા પ્રહાર કર્યા
કેસરી કેસરી પટ્ટાનો રોબ એવો છે કે જેને પોલીસ પણ રોકતી નથી, પોલીસ પ્રશાસન કે વહીવટી તંત્ર તમામ સત્તાના દબાયેલા છે તેથી આમ આદમીને પરેશાન કરતા પોલીસ તંત્ર કે અન્ય વિભાગો કેસરી પટાને સલામી ભરે છે હવે 2024માં પ્રજા જાગૃત થશે અને પોતાના હક માટે લડતી થશે અને જવાબ આપશે. તેવું અમિત ચાવડાએ કહ્યું હતું. ઉપરાંત તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા માફિયાઓ સાથેની ભાજપની સરકારની ભાઈબંધી અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ખુલ્લેઆમ દારુ અને જુગારના જે અડ્ડાઓ ચાલે છે તે કેસરી ખેસ નાખેલાઓના ચાલે છે. બીજ માફિયા, જમીન માફિયાઓ તમામ માફિયાઓ કોના મળતિયા છે.
30થી વધુ મુસાફરો સાથે જતી સુરતની બસનો રાજપીપળામાં ટ્રક સાથે અકસ્માતઃ લોકોની ચીસ પડી ગઈ
બીજેપમાં અંદરોઅંદર ખેંચતાણ છે જે 2024 સુધીમાં બહાર આવશેઃ ચાવડાા
લોકસભામાં પોતાના સાંસદો પક્ષ પલટો ન કરે એ માટે શું કરશો એના જવાબમાં અમિત ચાવડાએ કહ્યું કે વિજય રૂપાણી, નીતિન ભારદ્વાજ જેવા બીજેપીના આલા નેતાઓની શું હાલત છે એ જુઓ જ છો? ભ્રષ્ટાચારના કેસો એમની સામે એમના જે લોકો ખોલી રહ્યા છે કોંગ્રેસમાંથી ગયેલાંની હાલત શું છે એ પણ જુઓ છો. અંદરો અંદરની લડાઈથી બીજેપી ત્રસ્ત છે. 156 સીટ જીતી ગયા પણ સાચવવા મુશ્કેલ બની રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત યાત્રાને ગાંધીજીની દાંડી યાત્રા સાથે સરખાવતાં અમિત ચાવડા એ કહ્યું કે અંગ્રજોના સમયમાં ભારતની સંપતિ લૂંટીને ઇંગ્લેન્ડ લઇ જતા હતા અત્યારે એ જ રીતે લલિત મોદી વિજય માલ્યા જેવા લોકો લઇ જઈ રહ્યા છે.
ADVERTISEMENT