અરવલ્લી : કોંગ્રેસ પાર્ટી દ્વારા બાયડ ખાતે ટિકિટ ન મળતા જસુ પટેલ નારાજ થઇ ગયા હતા. સીટીંગ ધારાસભ્ય જસુભાઈની ટિકિટ કપાઈ ચુકી છે. જો કે તેમણે પાર્ટીને નુકસાન પહોંચાડવાના બદલે ખસી જવાનું વધારે યોગ્ય માન્યું હતું. તેઓ ચૂંટણી નહી લડે અને પોતાના પક્ષને નુકસાન નહી પહોંચાડે પરંતુ સાથે સાથે પક્ષને મદદ પણ નહી કરે.
ADVERTISEMENT
બાયડના કોંગ્રેસ ઉમેદવારને સમર્થન નહી આપે
બાયડ કોંગ્રેસ ઉમેદવાર સાથે ફોર્મ ભરવા જવાનો તેમણે સ્પષ્ટ રીતે ઇન્કાર કરી દીધો હતો. અત્યારે કાઈ કામ ન કરીએ સમજી લેવું કોઈ પક્ષ સાથે નથી તેવું પોતાની વેદના વ્યક્ત કરતા જસુભાઈ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, હું હવે અપક્ષ કે કોઇ અન્ય પક્ષ સાથે જોડાવા ઇચ્છતો નથી. હવે હું લોક સેવા અને સમાજ સેવા કરીશ. મને કોઇની સામે કોઇ પ્રકારની ફરિયાદ નથી.
કોંગ્રેસ સાચા ઉમેદવારોને ઓળખવામાં ભુલ થઇ રહી છે
જો કે પક્ષ દ્વારા સાચા માણસને ઓળખવામાં ભુલ થઇ ગઇ છે તેવું મને લાગી રહ્યું છે. અથવા તો પછી જે વાત ચાલી રહી છે તે સાચી હોઇ શકે કે પક્ષમાં ટિકિટનો વેપાર થઇ રહ્યો છે. હાલમાં જે લોકો કોંગ્રેસમાં આવી રહ્યા છે તેઓ કોંગ્રેસના ઉમેદવાર જ નથી પોતાના સ્વાર્થ માટે આ લોકો આવી રહ્યા છે. તો બીજી તરફ હવે જે કોંગ્રેસ પાર્ટી બચી છે તે પણ સાચી કોંગ્રેસ નથી. આ તો હવે ચોખઠાઓ ગોઠવતી એક પાર્ટી બની ચુકી છે.
ADVERTISEMENT