અમદાવાદ: લોકોના મનની વાત જાણવાનો દાવો કરનાર બાબા બાગેશ્વર ગુજરાતમાં ત્રણ દિવ્ય દરબાર યોજવા જઇ રહ્યા છે. આ દરમિયાન બાબાના દરબારને હવે રાજકીય રંગ લાગ્યો છે. આ દરમિયાન કાલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને સવાલો કર્યા હતા. ત્યારે આજે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ ટ્વિટ કરી મનીષ દોશીને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ ડર 2024નો છે?
ADVERTISEMENT
સતત ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત, અમદાવાદ અને રાજકોટમાં ત્રણ દિવ્ય દરબાર યોજવા જઇ રહ્યા છે. આ દરમિયાન આ દરબારને લઈ રાજ્યમાં વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. પહેલા લોકો દ્વારા ચેલેન્જ ફેકવામાં આવી હતી. ત્યાર બાદ હવે વિવાદને રાજકીય રંગ લાગ્યો છે. આજે યજ્ઞેશ દવેએ ટ્વિટ કરી મનીષ દોશીને સવાલ કર્યા છે. તેમણે કહ્યું કે હવે હિન્દુઓએ પણ તેમના કાર્યક્રમો કરવા માટે મનીષ દોશીની પરવાનગી લેવી પડશે? વ્યક્તિ જે પણ ધર્મમાં માનતો હોય, તે તે ધર્મનો કાર્યક્રમ પણ ગોઠવી શકે છે અને તેમાં ભાગ લઈ શકે છે, પછી તેનું જીવન રાજકીય હોય કે ન હોય. ગુજરાતમાં આજે ક્યાં છે ચૂંટણી? દોશીજી, આપણે પણ જાણીએ છીએ કે આ ડર 2024નો છે?
મનીષ દોશીએ જાણો શું કહ્યું હતું
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, મોંઘવારી, બેરોજગારી, આર્થિક ડામાડોળ સ્થિતિ સહિત જનતાના મૂળ મુદ્દાઓ ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડેલ ભાજપા ચૂંટણી જીતવા માટેની રણનિતીના ભાગરૂપે વધુ એક વખત “બાબા” ને આગળ કરીને જનતાનું ધ્યાન ભટકાવવાના કાર્યક્રમો શરૂ થઈ રહ્યાં છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલા અન્ન હજારે, બાબા રામદેવ સહિતના આંદોલનો કરીને દેશમાં ભાજપાએ સત્તા મેળવી.2019માં લોકસભાની ચૂંટણી પહેલા બાબા રામદેવ, શ્રીશ્રી રવિશંકર સહિતના બાબાઓના માધ્યમથી ભાજપા એ સત્તા મેળવી
ADVERTISEMENT