‘આજના ભાજપના નેતાઓ કોંગ્રેસની સરકારી શાળાઓમાં જ ભણ્યા છે’, શક્તિસિંહ ગોહિલે BJPને ઘેરી

અમદાવાદ: રાજ્યમાં સરકારી શાળાઓમાં કથળતા શિક્ષણના સ્તર પર IAS ધવલ પટેલના પત્ર બાદ ચર્ચાએ જોર પકડ્યું છે. IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખીને…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં સરકારી શાળાઓમાં કથળતા શિક્ષણના સ્તર પર IAS ધવલ પટેલના પત્ર બાદ ચર્ચાએ જોર પકડ્યું છે. IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખીને છોટા ઉદેપુરના 6 ગામની શાળાઓની દયનીય સ્થિતિ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે હવે આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે કોંગ્રેસના સમયની સરકારી શાળાઓનો ઉલ્લેખ કરીને ભાજપ સરકારને ઘેરી છે.

શક્તિસિંહ ગોહિલે IAS ધવલ પટેલના પત્ર પર પ્રતિક્રિયા આપતા કહ્યું, અધિકારીએ પત્ર લખીને હકીકત ઉજાગર કરી છે તેમજ તમામ ગુજરાતીઓએ વિચારવા જેવી વાત છે. અધિકારીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમણે વરવી વાસ્તવિકતા કહી છે. વિદ્યાર્થીઓને સરવાળા બાદબાકી ન આવડ્યું હોવાનું જોયું છે અને વિદ્યાર્થીઓને સામાન્ય સવાલ પૂછતા પણ જવાબ ન આવડ્યા. આદિવાસી બાળકો પાસે શિક્ષણ માટે કોઈ વિકલ્પ નથી અને હું આશા રાખું છું કે અધિકારીના શબ્દોને સરકાર ગંભીરતાથી લેશે.

કોંગ્રેસ પ્રમુખે આગળ કહ્યું, આજના ભાજપના નેતા કોંગ્રેસની સરકારી શાળાઓમાં જ ભણ્યા છે અને આજે સરકારી શાળાનું શિક્ષણ ઠેકાણે પાડી દીધું છે. તેમજ પ્રાઈવેટ સંસ્થાના ઉત્તેજન માટે કામ કરાતુ હોવાનું થઈ રહ્યું છે. વાલીઓને બાળકને પ્રાઈવેટ સંસ્થામાં મજબૂરીમાં મોટી ફી સાથે ભણાવવા પડે છે.

બાળકો સાથે છળ કરવું એ નૈતિક અધઃપતિનની પરાકાષ્ઠા
શાળા પ્રવેશોત્વસ મામલે ધવલ પટેલે જે શાળાઓઓની મુલાકાત લીધી તે શાળાઓની દયનીય હાલત જોઈ તેઓ દુખી થયા છે. છોટાઉદેપુર તાલુકાના છ ગામોની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને તેમણે મોકલ્યો છે. તેમણે લેખિત પત્રમાં શાળાઓના શિક્ષણને અત્યંત નિમ્ન કોટીનું હોવાનું ગણાવ્યું છે. ધોરણ 8ના વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ ના આવડે તેને લઈને તેઓનું મન દ્રવી ઉઠ્યું હોવાનું પત્રમાંથી જાણી શકાય છે. તેમણે કહ્યું કે, આદિવાસી બાળકોને આપણે સડેલું શિક્ષણ આપીને આપણે તેમની સાથે અન્યાય કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આદિવાસીઓ સાથે છળ કરવું એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે. વાંચો અહીં આ પત્રમાં તેમણે શું કહ્યું છે.

    follow whatsapp