રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત કોર્ટની બહાર પહોંચ્યા કોંગ્રેસના કાર્યકર્તા, કોંગ્રેસે લગાવ્યા આ આરોપ

સુરત:  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સોમવારે સુરત આવી રહ્યા છે. ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારે સજાને સેશન્સ કોર્ટમાં…

gujarattak
follow google news

સુરત:  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સોમવારે સુરત આવી રહ્યા છે. ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારે સજાને સેશન્સ કોર્ટમાં પડકારવા અપીલ કરવાના છે. જેના કારણે આજે સુરતમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ જ નહીં રાજયભરના નેતાઓ સુરત પહોંચ્યા છે. ત્યારે કોર્ટ બહાર કોંગ્રેસના કાર્યકર્તાનો જમાવડો થયો હતો.   કોંગ્રેસના નેતાનો આરોપ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓને  ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. સુરત પહોંકવા દેવામાં નથી આવી રહ્યા.

 

કોંગ્રેસ પ્રવક્તા હેમંગ રાવલે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસ કાર્યકર્તા સુરત પહોંચી રહ્યા છે. ત્યારે ભાજપની ડરપોક સરકાર અમારા કાર્યક્રતાઓને ડિટેન કરી રહી છે. પકડી રહી છે. સુરત પહોંચવા દેવામાં નથી આવતા. મહિલા કાર્યકર્તાઓને પણ આગળે દિવસે ડિટેઇન કરી લેવામાં આવ્યા છે. આ ડરપોંક સરકારને અમે ચેતવણી આપી રહ્યા છીએ કે ભલે મી અમને ડિટેઇન કરો. અમને લડત લડતા કોઈ નહિ રોકી શકે.

રાહુલ ગાંધી સુરત આવવા રવાના થયા
રાહુલ ગાંધી અને તેની લિગલ ટીમ સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. માનહાનિના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજાનુ એલાન કર્યુ છે. ત્યારે હવે અપીલ કરવા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે . આ કેસમાં રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટમાં નહી જાય. પરંતુ આજે સુરત સેસન્સ કોર્ટમાં જ અપીલ કરવામાં આવશે. દિલ્હીના વકીલોની ટીમ રાહુલ ગાંધીના કેસ હેન્ડલ કરશે. ત્યારે રાહુલ ગાંધી સુરત આવવા રવાના થઈ ચૂક્યા છે.

24 માર્ચે ગુમાવી સદસ્યતા
આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા 24 માર્ચે રદ કરવામાં આવી હતી. લોકસભા સચિવાલય દ્વારા આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં ગુરુવારે સુરતની કોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. તેના જવાબમાં તેણે ટ્વિટર પર લખ્યું, ‘હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.

આ પણ વાંચો:  આંજણા ચૌધરી સમાજનો અજીબ નિર્ણય, ફેશનેબલ દાઢી રાખનાર યુવાનને 51,000નો દંડ

જાણો શું હતો મામલો
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે?’ જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ  માનહાનિ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.ત્યારે આ કેસને લઈને 23 માર્ચ, ગુરુવારે સુરતની કોર્ટે 2019માં રાહુલ ગાંધીએ મોદી અટક અંગે કરેલી ટિપ્પણીના મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને  બે વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે નિર્ણયનો અમલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ આપવામાં આવ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp