ગોધરામાં પથ્થરમારા મામલે નોંધાઈ સામસામે ફરિયાદ, વીડિયો વાયરલ કરનારનું પણ આવી બન્યું

શાર્દૂલ ગજ્જર, ગોધરા: ગોધરાના શહેરા ભાગોળ ખાતે રેલ્વે ફાટક નીચે અંડર પાસ બની રહ્યો છે જેને લઈ ખાડી ફળીયા વિસ્તારમાંથી આવતો રસ્તો બંધ થઇ ગયો…

gujarattak
follow google news

શાર્દૂલ ગજ્જર, ગોધરા: ગોધરાના શહેરા ભાગોળ ખાતે રેલ્વે ફાટક નીચે અંડર પાસ બની રહ્યો છે જેને લઈ ખાડી ફળીયા વિસ્તારમાંથી આવતો રસ્તો બંધ થઇ ગયો છે. જેને લઇને ખાડી ફળીયા વિસ્તારના લોકો શહેરા ભાગોળના કુંભારવાડા પાસેની રાજશ્રી ટોકીજની ગલીમાંથી જઇ રહ્યા છે. રવિવારની મોડી સાંજે કાદરખાન પઠાણ બાઇક લઇને રાજશ્રી ટોકીઝવાળી ગલીમાંથી પસાર થતો હતો. ત્યારે બાઇક લઇને પસાર થવા બાબતે વિવાદ સર્જાયો હતો અને બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી. બે જુથ વચ્ચે સામ સામે પથ્થરમારો થયો હતો.

કાદરખાન પઠાણ ખાડી ફળીયા વિસ્તારમાં જતા હતા ત્યારે બાદશાહ બાવા ટેકરીના લોકોનું ટોળું રાજશ્રી ટોકીઝ શેરી પાસે પહોંચ્યું હતું. પરિસ્થિતિ વધુ વણસી જતાં બંને સમુદાયના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. જેના કારણે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. સામ-સામે પથ્થરમારો થતા મહમંદભાઈને ઈજા થઈ હતી. પથ્થરમારાની માહિતી મળતા જ બી ડિવિઝનનો કાફલો પોલીસ સાથે પહોંચી ગયો હતો. પથ્થરમારાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

નોંધાવી સામસામે ફરિયાદ
મિત્રાંક પરમારે નોધાવેલી ફરીયાદમાં રાયોટીંગ સહીતની કલમનો ગુનો નોધાયો હતો. જયારે કાદરખાન મહેબુબ પઠાણે નોધાવેલી ફરીયાદમાં પણ રાયોટીંગનો ગુનો નોધાયો હતો. બીજી તરફ પથ્થરમારાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ વીડિયો જયારે પથ્થરમારાનો વિડીયો ઉતારીને સોસિયલ મીડીયામાં વાઇરલ કરનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરશે તેમ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.

    follow whatsapp