નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કનબુડી ગામમાં રેશનકાર્ડ ધારકોને સડેલા ઘઉં અપાય હોવાની ફરીયાદને લઈને ગ્રામજનોએ સાંસદ મનસુખ વસાવાને રૂબરૂ મળી રજુઆત કરી હતી.એ ફરિયાદને પગલે મનસુખ વસાવા પણ રોષે ભરાયા હતા અને તાત્કાલિક જિલ્લાના નાયબ કલેકટરને ફોન કરી આ બાબતે તાત્કાલિક તપાસ કરવા માટેની સૂચના આપી હતી.
ADVERTISEMENT
ડેડીયાપાડાના એક ગામના કિશોર વસાવા સહિતના ગ્રામજનોએ મનસુખ વસાવાને જણાવ્યું હતું કે કનબુડીમાં અલ્તાફ ખત્રી ખરાબ અને સડેલા ઘઉં આપે છે. ત્યા બધા કટ્ટામાં સડેલો માલ હતો. અમે રજુઆત કરવા જઈએ તો અમને ધમકીઓ આપે છે.ગ્રામજનોનું કેહવુ છે કે અમે આ બાબતે અનેક વાર પુરવઠા ખાતામાં પણ રજુઆત કરી પરંતુ જેનું કોઈ નિરાકરણ આવતું નથી.ગ્રામજનોના કહેવા મુજબ સરકાર તો સારું અનાજ આપે છે તો આ અનાજ ગામમાં આવતા કેવી રીતે સડી જાય છે.જો યોગ્ય તપાસ કરવામાં આવે તો અનાજ સગેવગે કરવાનું મોટુ કૌભાંડ ઝડપાઈ શકવાની સંભાવનાઓ છે.
સાંસદે આપી ખાતરી
આ બાબતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કનબુડીમાં અલ્તાફ ખત્રી ખરાબ અને સડેલું અનાજ આપે છે એવી મને ફરિયાદ મળી છે. મે નાયબ કલેકટરને ફોન કરી તપાસ કર્યાં બાદ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.આ અલ્તાફ ખત્રી એલફેલ ભાષામાં વાત કરે છે. લોકોને ધમકાવે છે માથાભારે છે.આ સિવાય ડુંમખલ ગામમા પણ આવો જ પ્રશ્ન છે.આવનાર દિવસોમાં આ બધું બંધ થઈ જશે એની હું ખાતરી આપુ છું.
ADVERTISEMENT